ખંભાળિયામાં સ્મશાનના પ્રશ્ને રઘુવંશી અગ્રણી દ્વારા કરાશે આત્મવિલોપન

ખંભાળિયાના સ્વર્ગપુરી સ્મશાનમાં પ્રાર્થનાહોલ બનાવવાના મુદ્દે ખંભાળીયાના રઘુવંશી અગ્રણી નટુભાઈ ગણાત્રા દ્વારા નગરપાલિકા સામે મોરચો માંડવામાં આવ્યો છે. ખંભાળિયામાં આવેલા સ્મશાન નજીક જ લાખો રૂપિયાના ખર્ચે નગરપાલિકા તંત્ર દ્વારા પ્રાર્થનાહોલ બનાવવાનો ઠરાવ તથા આ અંગેની તજવીજને વિવિધ મુદ્દે અયોગ્ય ગણાવી નટુભાઈ ગણાત્રા દ્વારા નગરપાલિકા કચેરી નજીક છેલ્લા ૨૨ દિવસથી છાવણી નાખીને વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. આટલું જ નહીં નટુભાઈ ગણાત્રા દ્વારા પુર્નઃ એક વખત લેખિત ચીમકી ઉચ્ચારીને ખંભાળિયા નગરપાલિકાના ચીફ ઓફિસરને એક પત્ર પાઠવી અને આગામી સમયમાં નગરપાલિકાની જનરલ બોર્ડની મીટિંગ યોજનાર છે ત્યારે તેમના દ્વારા આત્મવિલોપનનો કાર્યક્રમ હાથ ધરાશે તેમ જણાવાયુ છે. આ પત્રની નકલ દ્વારકા જિલ્લા કલેકટર, પ્રાંત અધિકારી, પોલીસ અધિકારી, મામલતદારને પણ મોકલવામાં આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!