જૂનાગઢમાં ગાંધીગ્રામ ગરબી મંડળ દ્વારા નવરાત્રીની સાદાઈ સાથે ભકિતભાવ પૂર્વક ઉજવણી

શકિતની આરાધના પર્વ એવા નવરાત્રીનો ગત શનિવારથી પ્રારંભ થયો છે. આ વર્ષે કોરોનાના મહામારીના સામાજીક અંતર સાથે સરકારશ્રીની ગાઈડ લાઈન મુજબ સર્વત્ર ઉપાસના થઈ રહી છે. જૂનાગઢ શહેરમાં પણ પ્રાચિન ગરબીમાં પ્રખ્યાત એવા ગાંધીગ્રામ મંડળ દ્વારા માતાજીની ઉપાસના કરવામાં આવી રહી છે. સરકારશ્રીના સંપુર્ણ માર્ગદર્શન હેઠળ અહીં ગાંધીગ્રામ મંડળ દ્વારા માતાજીનું સ્થાપન, આરતી, પૂજન, કરવામાં આવ્યું હતું. જૂનાગઢ મહાનગરપાલિકાનાં મેયર ધીરૂભાઈ ગોહેલ, પુર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર મહેન્દ્રભાઈ મશરૂ , પુર્વ મેયર આદ્યશકિતબેન મજમુદાર તેમજ મહાનુભાવો ઉપસ્થિત રહયા હતાં. ગાંધીગ્રામ ગરબી મંડળનાં વીરાભાઈ મોરી અને કાર્યકર્તાઓ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!