ગુજરાત વિધાનસભાની અબડાસા, લીમડી, મોરબી, ધારી, ગઢડા કરજણ, ડાંગ, કપરાડાની બેઠકો ઉપર ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો ગઈકાલે અંતિમ દિવસ હતો અંતિમ દિવસે ૨૧ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચતા વિધાનસભાની પેટાચૂંટણીઓનું આખરી ચિત્ર તૈયાર થયું છે. હવે પેટા ચૂંટણીમાં ૮૧ ઉમેદવારોએ વચ્ચે જંગ જામશે.
રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં કુલ ૧૩૫ ફોર્મ ભરાયા હતા. એ પૈકીના ૩૩ ફોર્મ ટેકનિકલ કારણોસર રદ થયા હતા અને માન્ય ફોર્મ સંખ્યા ૧૦૨ થઈ હતી
સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં સૌથી નોંધનીય બાબત ડાંગ અને કપરાડા ની બેઠક પર જોવા મળી છે ડાંગમાં ૯ ફોર્મ ભરાયા હતા અને એક પણ ફોમ પરત ખેંચાયું નથી તેવી જ રીતે કપરાડા ની બેઠક પર ચાર ફોર્મ ભરાયા હતા અને એક ફોર્મ પરત ખેંચાયું નથી . અત્રે નોંધવુ જરૂરી છે કે ડાંગ અને કપરાડા ની બેઠક અનુસૂચિત જનજાતિ ની બેઠક છે.
ઉમેદવારીપત્ર પરત ખેંચવાના અંતિમ દિવસે ૨૧જેટલા ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પત્ર પરત ખેંચ્યા હતા.જેમાં સૌથી વધુ ઉમેદવારી પત્ર પરત ખેંચવા નો રેકોર્ડ અબડાસા ની બેઠક પર સર્જાયો છે.અબડાસા ની બેઠક પર નવ ફોર્મ પરત ખેંચાયા હતાં .જોકે સૌથી વધુ૨૦ ફોર્મ મોરબીમાં ભરાયા હતા પરંતુ મોરબીમાં માત્ર ૮ પરત ખેંચાયા છે. જ્યારે અબડાસામાં ૧૯ ફોર્મ ભરાયા હતા અને ૯ફોર્મ પરત ખેંચાયા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews