ફસલ વીમા યોજના ખેડૂતો માટે બની ‘ખેડૂત ફસાજા’ વીમા યોજના

0

કેન્દ્ર ખેડૂત વિરોધી નીતિઓને કારણે ગુજરાતના ખેડૂતો પહેલેથી જ આ‘થક રીતે ખૂબ મોટું નુકસાન ભોગવી રહ્યા છે એવામાં ખાનગી વીમા કંપનીઓએ ચલાવેલી લૂંટ અને પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ખેડૂતો માટે ખેડૂત ફસાજા વીમા યોજના બની ગઈ છે. ખાનગી વીમા કંપનીઓએ ખેડૂતો પાસેથી પ્રીમિયમ પેટે કુલ ૨૮૨૨ કરોડ જેટલી માતબર રકમ વસૂલ કરી છે જેમાંથી માત્ર ૪૦ ટકા જેટલી રકમ વળતર પેટે ચૂકવવામાં આવી છે. ખેડૂત ખેતીને નુકસાન કરતા કાળાકાયદા, મહિલાઓ ઉપર થતાં અત્યાચાર, મોંઘું શિક્ષણ, બેરોજગારી સહિત ભાજપની જનવિરોધી નીતિ, ખેડૂત વિરોધી-યુવા વિરોધી નીતિ ઉપર સુરેન્દ્રનગર ખાતે પત્રકાર પરિષદમાં આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ.મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ભાજપ સરકારની નીતિ-રીતિ અને નિયતને કારણે દિન-પ્રતિદિન સમાજના તમામ વર્ગના લોકોને અન્યાય થાય, અત્યાચાર વધે એ રીતે શાસન ચાલી રહ્ય્šં છે. લોકોમાં ખૂબ મોટો આક્રોશ છે. અતિવૃષ્ટિ થઈ, ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું. સરકારે જાહેર કરી કે પંદર દિવસની અંદર સર્વે કરીને નુકસાનીનું વળતર આપીશું. આજે લગભગ બે મહિના થયા છતાં પણ એક પણ ખેડૂતના ખાતામાં એક પણ રૂપિયાનું વળતર ચૂકવાયું નથી. ભાજપ સરકારે જે ખેડૂત વિરોધી કાળાકાયદા બનાવ્યા એના કારણે ખેડૂત માલીકમાંથી ખેત મજૂર બનવાનો, ખેડૂતને પોતાના જ ખેતરમાં કંપનીઓ જે ખેતી કરશે એની મજૂરી કરવાના દિવસો આવવાના છે. રહી છે. બીજી બાજુ જ્યારે કોરોના-લોકડાઉનને કારણે લોકો આર્થિક સ્થિતિ ખૂબ ખરાબ થઈ છે. લોકોની આવક પણ ઘટી છે, નોકરીઓ છીનવાઈ ગઈ છે, ધંધા વેપાર બંધ થયા છે, મંદીનો માહોલ છે. એવા સમયમાં વિદ્યાર્થીઓની એકસત્ર ફી માફીની માંગ જ્યારે ગુજરાતના વાલીઓ કરતા હોય, પરિવારો માંગ કરતા હોય, ત્યારે સરકાર તેમની વાત સાંભળવા તૈયાર નથી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!