ગોંડલના વેકરી ડબલ મર્ડરના આરોપી નાનજીને કોરોના : મહિલા સુત્રધાર મંજુ હજુ ફરાર

0

કિંમતી જમીન અને લાખોની પોલીસીની લાલચમાં પત્ની અને સાળા દ્વારા પતિ તથાં નિર્દોષ કાર ચાલકને કાર સાથે વેકરી નજીક તળાવમાં ધકેલી દઇ મોતને ઘાટ ઉતાર્યોની સનસની ઘટનામાં પોલીસે ઝડપાયેલા આરોપીને કોરોના પોઝીટીવ બહાર આવતાં પોલીસ દ્વારા ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પોલીસે ડબલ મર્ડર મિસ્ટ્રીની મુખ્ય સુત્રધાર મૃતકની પત્ની તથા તેને મદદગારી કરનાર અન્ય મહીલાને ઝડપી લેવાં ચક્રો ગતિમાન કર્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ જેતપુર રહેતાં રમેશભાઈ બાલધા તથાં જૂનાગઢ રહેતાં કાર ચાલક અશ્વિન પરમારને કેફી પદાર્થ પીવરાવી કાર સહીત વેકરી નજીક તળાવમાં ધકેલી મોતને ઘાટ ઉતાર્યાની ઘટનામાં પોલીસે ઝડપેલાં નાનજી ઉર્ફ નાશીરનો ગોંડલ તાલુકા પોલીસ દ્વારા કોવીડ ટેસ્ટ કરાવાતા કોરોના પોઝીટીવ હોવાનું બહાર આવતાં તેને અત્રેની સિવીલ હોસ્પિટલનાં કોવિડ સેન્ટરમાં ખસેડાયો છે. દરમ્યાન જેને મોતને ઘાટ ઉતારાયા તે રમેશભાઈ બાલધાની પત્ની મંજુ ઉર્ફ મરીયમ જે પતિનો કાંટો કાઢવાની મુખ્ય કાવત્રાખોર હોય ઉપરાંત મદદગારી કરનાર વરાછા રોડ સુરત રહેતી પ્રવિણા પાણખાણીયાને પકડવી બાકી હોય બન્નેને ઝડપી લેવા તપાસનીસ પીએસઆઇ એમ.જે.પરમારે તપાસ વેગવંતી બનાવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!