મેંદરડામાં ખેડૂતની ૭ ગુણી માંડવી ચોરનાર શખ્સને પોલીસે ઝડપી લીધો

0

જૂનાગઢ જિલ્લાના મેંદરડા ખાતે જુના પાણીના ટાંકા પાસે રહેતા ફરીયાદી ઉકાભાઇ લાલજીભાઇ ખુંટ જાતે પટેલ (ઉ.વ. ૬૫) ધંધો ખેતી રહે. જુના પાણીના ટાંકા પાસે, મેંદરડા રાત્રીના પોતાની વાડીએ રખોપુ કરવા રોકાયેલ અને ફરીયાદી પોતાની વાડીએ ઓરડીમાં સુતા હોય અને મકાનથી થોડે દુર ખૂલ્લા ખેતરમાં માંડવીનું ઓપનર હતું. તેની બાજુમાં માંડવીની કુલ ૨૦ ગુણી પડેલ હતી. તે ૨૦ ગુણીમાંથી કોઇ અજાણ્યો માણસ ૭ ગુણી માંડવી કિ. રૂા. ૧૦,૦૦૦/- ની ચોરી કરી લઇ ગયેલ હોય અને મેંદરડા પોલીસને જાણ કરતા, પ્રાથમિક તપાસ દરમ્યાન આ માંડવીની ગુણી રમેશ વાઘેલા જાતે દે.પુ. રહે. નાજાપુર રોડ મેંદરડા વાળો ચોરી કરી લઇ ગયેલ હોય. આ બાબતની ફરિયાદ ફરિયાદી ઉકાભાઇ લાલજીભાઇ ખુંટ જાતે પટેલ (ઉ.વ. ૬૫) ધંધો ખેતી રહે. જુના પાણીના ટાંકા પાસે મેંદરડાએ મેંદરડા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા, મેંદરડા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો નોંધી, મેંદરડા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. કે.એમ.મોરી તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ હતી. જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાશમ સેટ્ટી દ્વારા જૂનાગઢ જિલ્લાના તમામ થાણાં અમલદારોને મિલકત વિરૂધ્ધના ગુન્હાઓ શોધી કાઢવા તથા આરોપીઓને અટક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં આવેલ છે. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ મેંદરડા પોલીસ સ્ટેશન ખાતે પી.એસ.આઇ. કે.એમ.મોરી, પો.કોન્સ. કરણસિંહ આલીંગભાઇ, ગોવિંદભાઇ નારણભાઇ, સંજયભાઇ સુરેશભાઇ સહિતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી, બનાવ સમયના સીસીટીવી ફુટેજ આધારે મળેલ રીક્ષા નંબર આધારે પોકેટકોપની મદદથી ઝીણવટ ભરી તપાસ કરતા, બાતમીદાર તરફથી મળેલ બાતમી આધારે એક ઇસમ ચોરીમાં ગયેલ માંડવી ગુણી મેંદરડાથી વંથલી દુકાનમાં વેંચી નાખેલ હોય, તેની ઝીણવટ ભરી માહિતી એકઠી કરી, મેંદરડા પોલીસ સ્ટાફ દ્વારા આ માંડવી ચોરીના ગુન્હામાં સંડોવાયેલ આરોપી રમેશ ભીખાભાઇ વાઘેલા જાતે દે.પૂ. ઉવ. ૪૦ રહે. નાજાપુર રોડ, મેંદરડા જી. જૂનાગઢ ને પકડી પાડેલ હતા. પકડાયેલ આરોપી રમેશ ભીખાભાઇ વાઘેલા જાતે દે.પૂ. દ્વારા મેંદરડા પોલીસની પૂછપરછમાં પોતે કોઈ ચોરી નહીં કરેલાની કબૂલાત કરેલ હતી. પરંતુ, મેંદરડા પોલીસ દ્વારા મળેલ બાતમી આધારે વંથલી ખાતેના બજારના સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવતા, મેંદરડા ખાતે ચોરીમાં સંડોવાયેલ રીક્ષામાં જ આરોપી પોતે વંથલી વેપારી પાસે માલ વહેંચવા આવેલાના સીસીટીવી ફૂટેજ મળતા અને વેપારીની પૂછપરછ કરતા, આરોપી રમેશ ભીખાભાઇ વાઘેલા જાતે દે.પૂ. પોતે મગફળી વહેંચવા આવેલાની કબૂલાત કરતા અને મગફળી રજૂ કરતા, આરોપી રમેશ ભીખાભાઇ વાઘેલા જાતે દે.પૂ. ભાંગી પડેલ અને ચોરી કરેલાની કબૂલાત કરતા, વેપારી પાસેથી ચોરીમાં ગયેલ માંડવીની ગુણી ૭ તથા આરોપીની ચોરીમાં ઉપયોગમાં લેવાયેલ ઓટો રિક્ષા મળી કુલ કિંમત રૂા. ૪૦,૦૦૦/-નો મુદામાલ કબ્જે કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપી વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી. પકડાયેલ આરોપી મેંદરડા ખાતે ચોરી કરવાના ઇરાદે આવેલ હતા અને માંડવી ચોરીના ગુન્હામાં લોકોને શંકાના જાય તે માટે ચોરીમાં ગયેલ માંડવીની ગુણી નંગ ૭ વંથલી ખાતે વેંચી નાખેલ હોય જેથી, આરોપી વિરૂધ્ધ ચોરીની કલમો આધારે કાર્યવાહી કરી, વધુ તપાસ મેંદરડા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. કે.એમ.મોરી તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!