વંથલીના શાપુર ગામે ક્રિકેટનો સટ્ટો રમતા એક શખ્સને રૂા.૧૧,૧૦૦ની મતા સાથે ઝડપી લેવાયો

વંથલીના શાપુર ગામે ક્રિકેટનો સટ્ટો રમતા એક શખ્સને ૧૧,૧૦૦ ની મતા સાથે ઝડપી લીધો હતો અને મકાન માલિક તેમજ સટ્ટા સંચાલક ચાલકને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ આઇપીએલ ક્રિકેટ મેચ ચાલી રહી હોય જેને લઈ સટ્ટાખોરોએ કાર્યરત થયા હોય તેમ શાપુર ગામે રાકેશ નરોતમ ઉર્ફે નટુભાઈ મોડાસીયાના મકાનમાં ગઈકાલે રાજસ્થાન અને હૈદરાબાદ વચ્ચેના ક્રિકેટ મેચ ઉપર ચાલતા ક્રિકેટ સટ્ટા ઉપર પોલીસે દરોડો પાડી ભાવેશ પ્રવીણ ગોસાઈ બાવાજીને ૧૧,૧૦૦ની મતા સાથે ઝડપી લીધો હતો. જ્યારે મકાન માલિક તથા સંચાલક રાકેશને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!