જૂનાગઢ જીલ્લા સાયબર ક્રાઈમ સેલ દ્વારા બેંક ફ્રોડમાં છેતરાયેલ વ્યકિતનાં રૂા.૯પ હજાર પરત અપાવ્યા

0

જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંઘ પવારના માર્ગદર્શન હેઠળ જીલ્લા સાયબર ક્રાઈમ સેલ દ્વારા બેંક ફ્રોડમાં છેતરાયેલા વ્યકિતનાં રૂા.૯પ,૦૦૦ હજાર પરત અપાવી અને પ્રસંશનીય કામગીરી કરવામાં આવેલ છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંઘ પવારની સુચના તેમજ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ સેટ્ટીની સુચના તથા માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જીલ્લામાં સાયબર ક્રાઈમના વધતા જતા બનાવોને ધ્યાને લઈ આવા ગુનાઓ બનતા અટકાવવા તેમજ આવા બનાવોમાં લોકોના નાણાં રીેફંડ થાય તેવા પ્રયત્નો કરવા સુચના આપવામાં આવેલ હોય જે અનુસંધાને એસઓજી જૂનાગઢના પીઆઈ એચ.આઈ.ભાટી તથા પીએસઆઈ જે.એમ.વાળા તથા સાયબર સેલના પીએસઆઈ એમ.જે. કોડીયાતર તથા પોલીસ સ્ટાફના માણસો સતત પ્રયત્નશીલ હોય જે અનુસંધાને ગઈ તા.ર૯-૮-ર૦ર૦ના રોજ વિનય જે. પરીખ રહે.મલાડ વેસ્ટ, મુંબઈ જૂનાગઢ ભવનાથ મુકામે દર્શને આવેલા હતા. ત્યારે કોઈ અજાણ્યા ઈસમે ફોન કરી પોતે આર.બી.એલ કસ્ટમર કેરમાંથી બોલે છે તેવી ઓળખ અને અરજદારનું ક્રેડીટ કાર્ડ રદ કરવાની વાત કરેલ અને ચાલુ કરવા માટે એક એપ્લીકેશન ઈનસ્ટોલ કરવાનું કહેલ બાદ અરજદારના આર.બી.એલ.ના ક્રેડીટ કાર્ડમાંથી અલગ – અલગ પેમેન્ટ ગેટવે મારફત કુલ ૧૦ ટ્રાન્જેકશન મારફત કુલ રૂપિયા ૧,૦પ,૩પ૮/- જેટલી રકમ ઉપડી ગયેલ અને ફ્રોડસ્ટરે તે જુદા – જુદા પેમેન્ટ ગેટ-વે મારફતે ઉપયોગ કરી લીધેલ જેથી અરજદારએ આ બાબતે તાત્કાલીક જૂનાગઢ જીલ્લા સાયબર ક્રાઈમ સેલ એસઓજી જૂનાગઢનો સંપર્ક કરતા અને પોતાની સાથે થયેલ ફ્રોડ અંગે વિગતવાર માહિતી આપતા સાયબર સેલની ટીમ દ્વારા આ બાબતે તાત્કાલીક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ અને અરજદારની સાથે ફ્રોડમાં ગયેલ રકમ જે ટ્રાન્જેકશનનો થયેલા હતા તેના પેમેન્ટ ગેટ-વે સાથે સંકલનમાં રહી જરૂરી પત્ર વ્યવહાર કરી અરજદારના ફ્રોડમાં ગયેલ રકમ ૧,૦પ,૩પ૮/- પૈકી ૯પ,૦૦૦/- જેટલીરકમ પરત કરાવેલ હતી. તેમજ બાકીની રકમ નિયમ મુજબ હાલમાં ફ્રીઝ કરવામાં આવેલ છે. આ કામગીરીમાં એસઓજી પીઆઈ એચ.આઈ. ભાટી, પીએસઆઈ જે.એમ.વાળા, સાયબર સેલના પીએસઆઈ એમ.જે.કોડીયાતર તેમજ ભવનાથ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એન.કે.વાજા, હે.કો. હરીશભાઈ કે. પીઠીયા, દિપકભાઈ જે. જાની સામતભાઈ બારીયા, પો.કો. શૈલેન્દ્રસિંહ સિસોદીયા, રવીરાજસિંહ વાળા વિગેરે કામગીરીમાં જાેડાયા હતાં.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!