ઈદે મિલાદુન્નનબી સેન્ટ્રલ કમિટી દ્વારા ઈદે મિલાદનું જુલૂસ કાઢવા પરવાનગી આપવા હાઈકોર્ટમાં રીટ દાખલ

ઈદેમિલાદનાં તહેવાર નિમિત્તે દર વર્ષે પરંપરાગત રીતે કાઢવામાં આવતા જુલૂસને આ વર્ષે પણ સરકારી ગાઈડલાઈનનાં પાલન અને સોશ્યલ ડિસ્ટન્સ સાથે પરવાનગી મળે તે માટે ઈદેમિલાદુન્નનબી સેન્ટ્રલ કમિટી વતી કમિટીનાં ચેરમેન રફીક નગરી દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરવામાં આવી છે. કમિટી દ્વારા અગાઉ પોલીસ કમિશ્નર પાસે જુલૂસ કાઢવા પરવાનગી માંગવામાં આવી હતી. પરંતુ હજી સુધી કોઈ જવાબ નહી મળતા કમિટીએ તેમનાં વકીલ મુહમ્મદ આબિદ કુરેશી મારફત ઈદેમીલાદનું જુલૂસ કાઢવા ગુજરાત હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!