ગિરનાર રોપ-વે માં ટિકીટનાં દર વ્યકિતદીઠ રૂા.૪૦૦ રાખવા જૂનાગઢના મેયરની માંગણી

0

જૂનાગઢ મહાનગરપાલિકાનાં મેયર ધીરૂભાઈ ગોહેલે ગુજરાત રાજયનાં મુખ્યમંત્રીશ્રીને એક પત્ર પાઠવી અને ગિરનાર રોપ-વેની ટિકીટનાં દરમાં ઘટાડો કરવા રજુઆત કરવામાં આવી છે. આ પત્રમાં સૌ પ્રથમ તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં હસ્તે ગિરનાર રોપવેનો શુભારંભ થયો અને વર્ષો જુનુ સ્વપ્ન સિધ્ધ થયું તે બદલ આભારની લાગણી વ્યકત કરી છે. અને સાથે જ મેયર પદનાં કાર્યકાળ દરમ્યાન આ કામગીરી થઈ તે બદલ ખુશી પણ અનુભવી છે. ગિરનાર રોપ-વે શરૂ થતા યાત્રિળુઓ, પર્યટકો, શહેરીજનો માં અંબાનાં દર્શન કરતા થયાં છે. દરમ્યાન રોપ-વે કાર્યરત થતા લોકો રોપ-વે સ્થળે, ભવનાથ તળેટીમાં પહોંચે છે. પરંતુ ટીકીટના દર જાેતા પણ ઘણા યાત્રાળુઓ આ દર નહીં ભરી શકવાના કારણે પરત આવે છે. ગુજરાતના અન્ય રોપ-વેની સરખામણીમાં અથવા તેની લંબાઈના પ્રમાણમાં એવરેજ ટીકીટનો દર ઘણો ઉંચો છે. જે સામાન્ય ગરીબ વર્ગને પરવડે તેમ નથી ટીકીટના દર રૂા.૭૦૦/- ૧ર૬/- જીએસટી મળી કુલ રૂા.૮ર૬/- એક ટિકીટના થાય છે. ખરેખર એક ફેમિલી પતિ- પત્ની તથા તેના બે સંતાનો મળી કુલ ૪ વ્યકિતનો પરિવારને જવુ હોય તો રૂા.૩૩૦૪/- થાય છે તે સામાન્ય વર્ગને પરવડે તેમ નથી તો ટિકીટના દર ઘટાડવા લોકોની લાગણી અને માંગણી છે જે વ્યાજબી જણાય છે. ત્યારે આ બાબતે ઉષા બ્રેકો કંપની સાથે પરામર્શ કરી અને ટીકીટનાં દર વ્યકિતદીઠ રૂા.૪૦૦ આસપાસ રહે તે બાબતે યોગ્ય કરવા પત્રનાં અંતે મેયરશ્રીએ જણાવ્યું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!