જૂનાગઢ એસ.ટી.બસ સ્ટેશનથી ભવનાથ સુધીની બસ સેવાનો પ્રારંભ, ટીકીટ રૂા. ૧૩ નિયત કરાઈ

0

જૂનાગઢ નજીક આવેલા ભવનાથ તળેટી વિસ્તારમાં તહેવારના દિવસોમાં પ્રવાસીઓનું આગમન મોટેપાયે થવાનું છે તેમજ ગીરનાર રોપવે પણ કાર્યરત થયેલ છે ત્યારે પ્રવાસીની સંખ્યામાં વધારો થશે તેને ધ્યાને લઈ પ્રવાસી જનતાને સુગમતા રહે તે માટે જૂનાગઢ-ભવનાથ રૂટની બસ વધારાની મુકવામાં આવી છે.
તાજેતરમાં દિપાવલીનાં તહેવારોમાં જૂનાગઢમાં પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળે છે. ઉપરાંત ગિરનાર રોપ-વેની શરૂઆત થતાં પ્રવાસીઓની સંખ્યામાં હજુ વધારો થશે, ત્યારે જૂનાગઢ એસ.ટી.ડિવીઝનએ જૂનાગઢ બસ સ્ટેશનથી ભવનાથ સુધીની બસ સેવા શરૂ કરાઈ છે જેનો રૂટ બસ સ્ટેશનથી ગાંધીચોક, રેલ્વે સ્ટેશન, મજેવડી દરવાજા, ગિરનાર દરવાજા, દામોદર કુંડ થઇ ભવનાથ પહોંચવાનો રહેશે. બસ સ્ટેન્ડ બાદ વચ્ચેના કોઇપણ સ્ટોપ ઉપરથી પ્રવાસીઓ બસમાં બેસી શકશે. બસ સ્ટેન્ડથી ભવનાથ સુધીની ટિકીટ માત્ર રૂા.૧૩ રાખવામાં આવી છે. આ બસ દિવસ દરમ્યાન કુલ ૮ ટ્રીપ કરશે, જેનું ટાઇમટેબલ બાજુમાં આપેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!