પૂ. ઉપલા દાતારબાપુના ઉર્ષની ઉજવણી અંતર્ગત ચંદનવિધિનો કાર્યક્રમ યોજાયો

0


જૂનાગઢ જમિયાલશાં દાતાર પર્વત ઉપર ઉજવાઈ રહેલા ઉર્ષ પર્વમાં રાત્રે ચંદન વિધિનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં પૂજ્ય દાતાર બાપુની ગુફામાં રહેલા કિંમતી આભૂષણો જેવાં કે નિલમ, માણેક,પોખરાજ, કાનના કુંડળ, પવન પાવડી સહિતનાં આભૂષણો કે જે વર્ષમાં એક જ વાર ગુફામાંથી બહાર કાઢવામાં આવે છે અને આ આભૂષણોને દાતારબાપુના મહંતશ્રી ભીમબાપુ, ટેલિયાઓ તેમજ દાતાર સેવક ગણ દ્વારા દુધ, ગંગાજળ, ગુલાબજળ વગેરે દ્રવ્યો દ્વારા સ્નાન વિધિ કરાવવાંમાં આવી હતી તેમજ તેમની પૂજન વિધિ કરવામાં આવી હતી. ત્યાર બાદ પૂજ્ય પટેલબાપુ તેમજ પૂજ્ય વિઠલબાપુની સમાધિ ઉપર પણ પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહંતશ્રી ભીમબાપુ દ્વારા ઉપસ્થિત ભક્તો તેમજ સેવકગણ માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ તકે સેવકગણ તેમજ શ્રદ્ધાળુઓએ સરકારની ગાઈડલાઇનનું ચુસ્તપણે પાલન કરી સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરી આભૂષણોના દર્શન કર્યા હતા. ભાવિકો પૂજન અર્ચન કરી ધન્ય બન્યા હતા. આ પ્રસંગે દાતારની જગ્યાના ટ્રસ્ટી જ્યોતિબેન વાછાણી, યોગીભાઈ પઢીયાર, સેવક જ્યોતિષભાઈ ગાંધી, બટુકબાપુ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!