રાજયનાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ બનવા માટે ત્રણ ઉચ્ચ અધિકારીઓ વચ્ચે સ્પર્ધા

રાજ્યના ગૃહવિભાગના અધિક મુખ્ય સચિવ સંગિતાસિંહ વય મર્યાદાના કારણે નિવૃત્ત થઇ ગયા છે. તેમની જગ્યાનો વધારાનો હવાલો મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારને સોંપવામાં આવ્યો છે. તેઓ આગામી ૧લી નવેમ્બરથી ગૃહવિભાગનો અધિક મુખ્ય સચિવનો ચાર્જ સંભાળી લેશે. દેશના વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદી આજે શુક્રવારથી તેમની કર્મભૂમી ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ દિલ્હીથી સીધા વડોદરા એરપોર્ટ ઉપર આવશે અને ત્યાંથી સીધા કેવડિયા જશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૩૧મી ઓક્ટોબરે લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ “રાષ્ટ્રીય એકતા દિવસ”ની ઉજવણીના પ્રસંગે ગુજરાત આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત મુલાકાતના સમયે જ રાજ્યના ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ ૧૯૮૬ બેંચના સિનિયર ૈંછજી ઓફિસર સંગિતા સિંહ આગામી ૩૧મી ઓક્ટોબરના રોજ વય મર્યાદાના કારણે નિવૃત્ત થઇ રહ્યા છે. આજે ૩૦મી અને ૩૧મીના રોજ જાહેર રજા હોવાથી અને સરકારી કામકાજનો છેલ્લો દિવસ હોવાથી ગૃહવિભાગનો અધિક મુખ્ય સચિવનો વધારાનો હવાલો મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારને સોંપવામાં આવ્યો છે. મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર પણ ૧૯૮૬ બેંચના જ સિનિયર ૈંછજી અધિકારી છે. તેઓ છેલ્લા ત્રણ વર્ષથી મહેસૂલ વિભાગ સંભાળી રહ્યા છે. ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ સંગિતા સિંહ નિવૃત્ત થતા હવે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ તરીકે કોઇ કાયામી સિનિયર ૈંછજી અધિકારીની નિમણુંક થાય ત્યાં સુધી ગૃહ વિભાગનો અધિક મુખ્ય સચિવનો હવાલો પંકજ કુમારને સોંપવામાં આવ્યો છે. વય મર્યાદાના કારણે નિવૃત્ત થયેલા ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ સિનિયર ૈંછજી અધિકારી સંગિતા સિંહ પાસે વિજિલન્સ કમિશનનો પણ વધારાનો હવાલો હતો. પરંતુ હજુ સુધી રાજ્યના સામાન્ય વહિવટ વિભાગે વિજિલન્સ કમિશનનો હવાલો કોને સોંપવામાં આવે તે અંગેનું કોઇ જાહેરનામું બહાર પાડ્યુ નથી પરંતુ વિજિલન્સ કમિશનનો વધારાનો હવાલો પણ મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારને જ સોંપવામાં આવે તેવી શક્યતા છે. વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણી તેમજ દિવાળીના તહેવારો બાદ ગુજરાતને ગૃહવિભાગના નવા અધિક મુખ્ય સચિવ મળે તેવી શક્યતા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!