ઘાંટવડના રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમે પુ.પ્રેમભારતીજી મહારાજની પૂણ્યતિથીની ઉજવણી

ગીર-સોમનાથના કોડીનાર નજીક આવેલ ઘાંટવડના રૂદ્રેશ્વરજાગીર ભારતી આશ્રમ બ્રહમલીન મહંત પ્રેમભારતીબાપુની આજરોજ શરદ પુનમના દિવસે ૧૦મી વાર્ષિક પૂણ્યતિથી હોય જેની આજે સવારે મહંત ઈન્દ્રભારતીજી મહારાજના સાનિધ્યમાં ઉજવણી થઈ રહી છે. જેમાં ગતરાત્રે સંતવાણીનો કાર્યક્રમ યોજાયો હતો. અને આજે સવારે ૧૦ કલાકે શાસ્ત્રોકવિધી સાથે ઈન્દ્રભારતીબાપુ દ્વારા તેમના ગુરૂદેવ પ્રેમભારતીબાપુની સમાધીનું પૂજન કરાયું હતું. તેમજ બપોરે મર્યાદીત સંખ્યામાં સંતો- મહંતો અને સેવકોએ ભોજન પ્રસાદ લીધો હતો. વર્તમાન કોરાનાની મહામારીને લઈને પ્રેમભારતીબાપુની પૂણ્યતિથીની સાદગીપુર્ણ ઉજવણી કરવામાં આવી હતી અને સરકારની ગાઈડ લાઈનનું પાલન કરવામાં આવેલ હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!