જૂનાગઢમાં સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિની ભાવભેર ઉજવણી

0

અખંડ ભારતના શિલ્પી અને લોખંડી પુરૂષ, ભારત રત્ન શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતીની આજે જૂનાગઢ શહેર અને જીલ્લામાં શ્રધ્ધાંજલી સાથે ઉજવણી કરવામાં આવી હતી.
દેશની એકતા અને અખંડીતતા માટે પોતાની દીર્ઘદ્રષ્ટી દર્શાવી અને ભારતને એક સુત્રે બાંધી રાખનાર સરદાર વલ્લભભાઈ પટેલની આજે જન્મ જયંતિ નિમીતે જૂનાગઢ સહિત સમગ્ર દેશભરમાં શ્રધ્ધા સુમનના કાર્યક્રમો યોજવામાં આવી રહયા છે. શાળા કોલેજાેનાં વિધાર્થીઓ, સામાજીક સંસ્થાઓ, રાજકીય પક્ષો દ્વારા પણ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ, સુતરની આંટી પહેરાવી ભાવપુર્ણ શ્રધ્ધાંજલિ અર્પવામાં આવી રહી છે. ભારત દેશ આઝાદ થયો તે વખતનાં ઈતિહાસમાં દેશી રજવાડાનો અતિ કઠીન પ્રશ્ન હતો અને આ સમયે સરદાર વલ્લભભાઈ પટેલે પોતાની કુનેહ વાપરી અને ભારતની એકતા અને અખંડીતતાને કાયમ અંકિત કરી રજવાડાનું વિલીનીકરણ કરી ભારતની એકતા અને અખંડીતા માટે જાેડાણ કર્યુ હતું. સરદાર વલ્લભભાઈ પટેલનું યોગદાન અત્યંત મહત્વનું રહયું છે. ત્યારે આ લોખંડી વીર પુરૂષને આજે આપણે સૌ યાદ કરીએ અને તેઓને શત શત વંદના સાથે આપણું શહેર, આપણો જીલ્લો, આપણું ગુજરાત અને આપણા ભારત દેશની એકતા અને અખંડિતતા કાયમ જળવાઈ રહે તે માટે આપણે યોગદાન આપીએ તેજ સાચી શ્રધ્ધાંજલિ ગણાશે. ખાસ કરીને જૂનાગઢ-હૈદ્રાબાદનું વિલીનીકરણમાં મુખ્ય ભૂમિકા ભજવી તથા સોમનાથ મંદિરનો જીર્ણોધ્ધાર કરવામાં તેમના ભારતના ગૃહ પ્રધાન તરીકે નિર્ણયો આજે ભારતની જનતાને સાચા અર્થમાં દેશનાં રક્ષક તરીકે નામના પ્રાપ્ત કરી હતી. જૂનાગઢ સહીત સમગ્ર દેશમાં એકતા અને અખંડિતતાનાં સ્થાપક એવા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની ભારે ઉત્સાહ વચ્ચે ઉજવણી કરવામાં આવી છે. રન ફોર યુનિટી સહીતનાં કાર્યક્રમો ગુજરાતનાં દરેક શહેરોમાં યોજાયા છે તેમજ ગુજરાતમાં જીલ્લા કક્ષાએ પણ જુદાં-જુદાં કાર્યક્રમો અને કેન્દ્ર તથા રાજય સરકાર દ્વારા પણ આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી અંતર્ગત સરદાર વલ્લભભાઈ પટેલની ૧૮ર મીટર ઉંચી પ્રતિમાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે આ તમામ કાર્યક્રમો આવકારદાયક છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!