જૂનાગઢમાં ખામધ્રોળ, યમુનાનગર સોસાયટીમાં ખલ્કે ઈલાહી ન્યાય પરિષદનાં નેજા હેઠળ ઈદે મિલાદૂન્નબીનો પ્રોગ્રામ રાખવામાં આવેલ જેમાં દુવાએ ખૈર કરવામાં આવેલ જેમાં ફ્રાન્સમાં મુસ્લિમોના મહાન પયગંબર હઝરત મુહંમદ સલ્લલ્લાહો અલયહે વસ્સલમ સાહેબના અપમાનનો જે સિલસિલો ફ્રાન્સમાં રોકાઈ રહ્યો નથી જેના વિરોધમાં લાગણી વ્યકત કરી તેની આકરી ઝાટકણી કરવામાં આવી હતી. આ તબક્કે ખલ્કે ઈલાહી ન્યાય પરિષદના અધ્યક્ષ યુસુફ એચ. મલેકે આ ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડતાં કહેલ કે, આ એક નિંદનીય બાબત છે. જે ફ્રાન્સનાં રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનની ઈસ્લામ સુધારણની પહેલની ટીકા કરતાં કહ્યું કે તેમનો દેશ જેના માટે જવાબદાર છે તે કટોકટીનો ઉપયોગ ધર્મ ઉપર હુમલો કરવા માટે કરે છે. મેક્રોનની આગેવાની હેઠળની આ પ્રકારની પહેલનું મુખ્ય લક્ષ્ય ઈસ્લામ અને મુસ્લિમો સાથે જુનું વેર વાળવાનું છે અને ફ્રાન્સ જાતિવાદના સુધારણાનાં સ્થાને ઈસ્લામને ટાર્ગેટ બનાવી રહ્યું છે. આવું કાર્ય હાનિકારક છે. આવા કૃત્યોને ભારતનાં સર્વે મુસ્લિમ સમુદાય સખ્ત શબ્દોમાં વખોડે છે તેમ યુસુફ મલેકની યાદીમાં જણાવાયું છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews