ઇન્ટર-પાર્લામેન્ટરી યુનિયનની ગવર્નીંગ કાઉન્સીલના ઓપનીંગ સેશનમાં જામનગરનાં સાંસદ પૂનમબેન માડમએ ભાગ લીધો

0

૧૨-જામનગર લોકસભાના સંસદસભ્ય પૂનમબેન માડમએ નવી દીલ્હી ખાતેથી સંસદભવનના એનેક્સે બીલ્ડીંગમાંથી વિડીયો કોન્ફરન્સ દ્વારા લોકસભાના સ્પીકર ઓમ બિરલાજી સાથે ઇન્ટર-પાર્લામેન્ટરી યુનિયન(ૈંઁેં)ના ગવર્નીંગ કાઉન્સીલના ૨૦૬માં ઓપનીંગ સેશનમાં ભાગ લીધો હતો. આ આંતરરાષ્ટ્રીય સેશન માટે ઇન્ડીયન પાર્લામેન્ટરી ડેલીગેટ તરીકે પસંદ થતા સંસદસભ્ય પૂનમબેન માડમએ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાનું ગૌરવ વધાર્યુ છે. કેમકે હાલારના બંને જિલ્લાના પ્રજાપ્રતિનિધી તરીકે આ સેશનમાં ભાગ લીધો તે સમગ્રપણે ગૌરવપ્રદ બની રહ્યુ છે. આ સેશનમાં રાજ્યસભાના સાંસદ સ્વપનદાસ ગુપ્તા, લોકસભાના જનરલ સેક્રેટરી સ્નેહલતાજી પણ જોડાયા હતા. ઇન્ટર-પાર્લામેન્ટરી યુનિયન રાષ્ટ્રીય સંસદનું આંતરરાષ્ટ્રીય સંગઠન છે તેનો મુખ્ય હેતંુ લોકશાહી શાસન-જવાબદારી અને તેના સભ્યોમાં સહકારને પ્રોત્સાહન આપવાનો છે જેનું મુખ્ય મથક જિનીવા (સ્વિટ્‌ઝલેન્ડ)માં છે. જેની સ્થાપના ૧૮૮૯માં ઇન્ટર-પાર્લામેન્ટરી(આંતર સંસદીય) તરીકે થઈ હતી અને હાલ ૧૭૯ દેશોની રાષ્ટ્રીય સંસદ આઇપીયુના સભ્ય છે. આઈપીયુની આંતરરાષ્ટ્રીય કાયદા અને સંસ્થાઓના વિકાસમાં અગ્રણી અને મહત્વની ભૂમિકા છે. સાથે સાથે ઇન્ટરનેશનલ લો અને ઇન્સ્ટીટ્યુશન ડેવલપ કરવાનો મેઇન રોલ છે. જેમાં આર્બિટ્રેશનની કાયમી અદાલત, લીગ નેશન્સ અને સંયુક્ત રાષ્ટ્રનો સમાવેશ થાય છે. તે આંતરરાષ્ટ્રીય પરિષદો અને મંચોમાં પ્રાયોજિત કરે છે અને ભાગ લે છે અને યુનાઇટેડમાં કાયમી નિરીક્ષકની સ્થિતિ ધરાવે છે.
આવા આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતા સંઘની ગર્વનીંગ કાઉન્સીલના ઓપનીંગ સેશનમાં ૧૨-જામનગર લોકસભાના સંસદસભ્ય પૂનમબેન માડમએ વિવિધ આંતરરાષ્ટ્રીય મુદાઓના પરામર્શમાં સક્રિય ભાગ લઇ સમગ્ર જામનગર સંસદીય વિસ્તારનું ગૌરવ વધાર્યુ છે. તારીખ ૧ નવેમ્બરથી ૪ નવેમ્બર સુધીનું ચાર દિવસનું આ એકસ્ટ્રા ઓર્ડીનરી વર્ચ્યુઅલ સેશન કોરોના મહામારીના સંદર્ભમાં વિડીયો કોન્ફરન્સીંગથી યોજાયું હતું. જેમાં પ્રથમ દિવસે નવા પ્રેસીડન્ટની પસંદગી માટે વોટીંગ હતું. જેમાં ઇન્ડીયન પાર્લામેન્ટરી ડેલીગેટ તરીકે સ્પીકર ઓમ બિરલાજી, લોકસભા સાંસદ પૂનમબેન માડમ અને રાજ્યસભા સાંસદ સ્વપ્ન દાસ ગુપ્તાએ વોટીંગ કર્યુ હતં.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!