ભાવનગર-સોમનાથ કોસ્ટલ હાઈવે ઉપર નાગેશ્રી ટોલ પ્લાઝા ચાલું કરવા સામે વિરોધ

0

અખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશ મહામંત્રી રસિક ચાવડાએ પ્રોજેક્ટ ડિરેક્ટર પી.આઈ.યુ. ભાવનગર ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણને મામલતદાર અને પ્રાંત અધિકારી મારફત રજૂઆત કરી છે કે, હાલમાં ભાવનગર-સોમનાથ કોસ્ટલ હાઇવેનું કામ ચાલું છે, ત્યારે રાજુલાના કાગવદરથી ઉના સુધીના રોડનું કામ પણ ચાલું છે અને હવે તા.૫ નવેમ્બરથી નાગેશ્રી ટોલ પ્લાઝા ટોલનાકુ ચાલું થવાનું છે. પરંતુ હજુ આ રોડનું કામ ચાલું હોય ત્યારે ટોલ ઉઘરાવવાની એટલી બધી ઉતાવળ કોને છે ? હજુ રોડમાં અમુક જગ્યાએ ડાયવર્ઝન છે અને લોકોને વાહન ચલાવવામાં હાલાકી પડે છે છતાં ટોલ નાકાની કંપની દ્વારા ટોલ નાકાનું જાહેરનામું બહાર પાડી દેવામાં આવ્યું છે ત્યારે આ ર્નિણય અયોગ્ય છે. નેશનલ હાઇવેનું કામ સંપૂર્ણ પૂર્ણ થાય અને લોકાર્પણ થયા બાદ જ લોકો માટે હાઈવે ખૂલ્લો મુકવામાં આવે અને ત્યાર બાદ જ ટોલ નાકા ચાલું કરવામાં આવે એવી અમારી માંગ છે. તેમજ આ નેશનલ હાઇવે રાજુલા, જાફરાબાદ, ઉના સહિતના તાલુકાઓમાંથી પસાર થતો હોય ત્યારે આ વિસ્તારના લોકોને ટોલમાંથી મુક્તિ આપવામાં આવે તેવી માંગ છે. ટોલ ટેક્સ બાબતે ધીમે ધીમે લોકોમાં વિરોધના સૂર સંભળાઈ રહ્યા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!