P.P.P. નાં ધોરણે બનેલા ગિરનાર રોપ-વેના ટિકીટના દરમાં ઘટાડો નહીં થાય : મુખ્યમંત્રીની સ્પષ્ટતા

ર૪ ઓકટોબર ર૦ર૦નો દિવસ જૂનાગઢ માટે વિકાસનું નવું સ્વપ્નું લઈને આવ્યું અને વિકાસનાં સૂર્યોદય મનાતા ગિરનાર રોપ-વેનું ભારતનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં વરદ હસ્તે ઈ- લોકાર્પણ કરવામાં આવ્યું અને જેને લઈને જૂનાગઢમાં પણ ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં ગિરનાર રોપ-વે અંતર્ગત પીટીસી ગ્રાઉન્ડ ખાતે એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. એશિયાનાં સૌથી મોટા ગિરનાર રોપ-વે લાંબા સમયની પ્રતિક્ષા બાદ શરૂ થયો અને તે ઘડી અને આનંદની ઘડી જૂનાગઢવાસીઓ માટે રહી છે. અને ત્યાર બાદ ટિકીટના દર બાબતે જે વિવાદ ઉભો થયો છે. તેને લઈને અનેક અટકળો વહેતી થઈ છે. આ દરમ્યાન ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પોતાના એક ટીવી ચેનલમાં આપેલા નિવેદનમાં જણાવ્યું છે કે, ગિરનાર રોપ-વેના ટિકીટના દરમાં કોઈ ઘટાડો નહીં થાય અને જે કાંઈ દરો નકકી થશે તે કંપની દ્વારા જ લેવામાં આવશે તેમ જણાવ્યું હતું.
ચાર દાયકા કરતા પણ વધારે જેની આતુરતા ભરી રાહ જાેઈ અને આખરે જૂનાગઢ અને સોરઠવાસીઓનું એક સ્વપ્નું સાકાર સ્વરૂપ ધારણ કર્યુ અને ર૪ ઓકટોબર ર૦ર૦નાં એશિયાનાં સૌથી મોટા ગિરનાર રોપવેનો શુભારંભ થયાને પગલે આ શુભ ઘડીનો આનંદ નગરજનોમાં ન વર્ણવી શકાય તેવો જાેવા મળતો હતો. રોપ-વે શરૂ થયાનાં ગણત્રીના કલાકો બાદ જ રોપ-વેનાં ટિકીટના દરને લઈને રાતો રાત વિવાદનો મધપુડો છંછડાયો હતો. અને જે આજ દિવસ સુધી ચાલુ રહયો છે. જૂનાગઢનું રોપ-વેનું સ્વપ્ન સીધ્ધ થાય તે માટે અનેક લોકોએ ભરપુર પ્રયાસો કર્યા, લાંબી પ્રતિક્ષા બાદ જૂનાગઢનાં વિકાસનાં સુર્યોદય ગણાતા રોપ-વે યોજના સાકાર થઈ ચુકી છે. ત્યારે આ ગિરનાર રોપ-વે નાં મૂર્તિમંત થયેલા સ્વપ્નને જાણે રફે દફે કરી નાંખવું હોય તે માટેનાં પ્રયાસો શરૂ થયાં અને જાે રોપ-વેનાં ભાવો ઘટાડવામાં ગણત્રીમાં અનેક લોકો સંસ્થાઓ દ્વારા વિરોધનો આખો મોરચો મંડાઈ ગયો હોવાની લોકોમાં જાેરશોરથી ચર્ચા થઈ રહી છે. આ ઉપરાંત વિવિધ સંગઠનો પણ કોઈપણ જાતનાં સ્વાર્થ વીના લોકોને સહાયરૂપ થવા આગળ આવ્યા એક વર્ગ એવો પણ છે. આમ જાણે અજાણે ગિરનાર રોપ-વેની સામે ટીકીટના દર ઘટાડવાનાં મુદ્દે મોરચો મંડાઈ ગયો છે. અને કયાં જઈને અટકશે તે હજુ નિશ્ચિત નથી. આ દરમ્યાન ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ એક ન્યુઝ ચેનલને આપેલી મુલાકાતમાં સોઈ ઝાટકીને જણાવ્યું હતું કે, રોપ-વેનાં ટિકીટના દર ઘટશે નહીં રોપ-વેને વિકાસની દ્રષ્ટીએ હાંકલ કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ વધુમાં એમ પણ જણાવ્યું હતું કે એશિયાનો સૌથી મોટો ગિરનાર રોપ-વે ઁ.ઁ.ઁ. ધોરણે શરૂ થયેલી વર્લ્ડ કલાસ રોપ-વે સેવા છે અને આ રોપ-વે થકી જૂનાગઢનો સર્વાગી વિકાસ તેમજ ઈકોનોમીક સ્ત્રોત તરીકે પણ જાેવો જાેઈએ એટલું જ નહીં ગિરનાર રોપ-વેનું નિર્માણ ઉષા બ્રેકો કંપનીએ કરેલુ છે. પોણા બસ્સો કરોડ જેવું રોકાણ બાદ ગિરનાર રોપ-વે કાર્યરત બન્યો છે. તેની ટિકીટનાં દર પણ કંપની દ્વારા જારી કરવામાં આવ્યા છે. તે દરમાં ઘટાડો નહીં થાય તેવો સ્પષ્ટ નિર્દેશ મુખ્યમંત્રીશ્રીએ આપ્યો છે. આ ઉપરાંત જૂનાગઢનાં નગરજનો અને મિડીયાએ પણ ગિરનાર રોપ-વે ટિકીટના દરમાં ન પડવું જાેઈએ તેવી અપીલ પણ કરી હતી. ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગિરનાર રોપ-વેના ટિકીટના ભાવ બાબતે સ્પષ્ટતા કરી છે અને ત્યારે હવે આ બાબતે કંપની દ્વારા શું થઈ શકે તે અંગે લોકોની મીટ મંડાયેલી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!