કોરોનાનું જાેર ઘટતાં સારવારમાં લેવાતી દવાઓનો વપરાશ પણ ઘટયો

છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસો સતત ઘટી રહ્યા છે. ત્યારે કોરોના વાયરસના કેસો ઘટતા હોવાને લીધે તેની સારવારમાં વપરાતા ઓક્સિજનની માંગ અને વપરાશમાં ૧૦૦ મેટ્રીક ટનનો ઘટાડો જાેવા મળ્યો છે. ઔષધ નિયમન કમિશનરે ડો.એચ.જી. કોશિયાએ જણાવ્યું છે કે રાજ્યમાં કોરોનાના કેસો ઘટતા તેની સારવારમાં ઉપયોગી દવા, ઈન્જેકશન સહિતની સામગ્રીની માંગ અને વપરાશમાં ઘટાડો નોંધાયો છે. ઔષધ નિયમન કમિશનર ડો.એચ.જી. કોશિયાએ વધુમાં જણાવ્યું હતું કે, તેમણે ઉમેર્યુ કે,ઓક્ટોબર ૨૦૨૦થી કોરોનાના નવા તથા એકટીવ કેસની સંખ્યામાં પણ ઉત્તરોત્તર ઘટાડો થતાં કોરોનાની સારવાર માટે લાઇફ સેવિંગ એવા, મેડિકલ ઓક્સિજનની માંગ અને વપરાશ જે સપ્ટેમ્બર- ૨૦૨૦માં દરરોજની ૨૪૦ મેટ્રિક ટન હતી. તે ઓક્ટોબરના અંતમાં ઘટીને દરરોજની ૧૩૫ મેટ્રીક ટન એટલે કે પ્રતિ દિન વપરાશમાં ૧૦૦ મેટ્રિક ટનનો ઘટાડો જાેવા મળ્યો છે તે જ રીતે મોડરેટ અને સીવીયર કોવિડ-૧૯ દર્દીની સારવાર માટે જરૂરી એવા રેમડેસીવીર ઇન્જેકશનનો વપરાશ સપ્ટેમ્બર માસમાં ૧ લાખ ૮૦ હજાર હતો. તેનો ઓક્ટોબરમાં વપરાશ ફકત ૮૩ હજાર ઇન્જેકશનનો (ઓપન માર્કેટમાં) તથા રાજય સરકારની હોસ્પિટલોમાં ૪૦ હજારનો વપરાશ હતો તે ઘટીને ૩૦ હજાર ઇન્જેકશન જેટલો થયો છે. કોશિયાએ વધુમાં કહ્ય્š કે, કોરોનાના માઇલ્ડ કેસમાં સારવાર માટે વપરાતી ફેવીપિરાવિર ટેબલેટ ૨૦૦ મિલીગ્રામ જે સપ્ટેમ્બરમાં ૨૬ લાખ ટેબલેટનો વપરાશ હતો તે ઓક્ટોબરમાં ઘટીને ૪ લાખ જેટલો નીચે આવ્યો છે. તે જ રીતે ફેવિપિરાવિર ૪૦૦ મિલીગ્રામ ટેબલેટ જે સપ્ટેમ્બરમાં ૬ લાખ જેટલી ટેબલેટનો વપરાશ હતો તે ઘટીને ૨.૮ લાખ સુધી નીચે આવ્યો છે. આમ, રાજયમાં કોરોનાના કેસ ઘટી રહ્યાં છે અને સાથે સાથે તેની સારવારમાં ઉપયોગી એવા મેડિકલ ઓક્સિજન, રેમડેસીવીર ઇન્જેકશન અને ફેવિપિરાવિર ટેબલેટની માંગ અને વપરાશમાં મોટો ઘટાડો થયો છે. તેમણે ઉમેર્યુ કે,હજુ કોરોનાનો વાયરસ ગયો નથી ત્યારે નાગરિકોએ ડરવાને બદલે સાવચેતી રાખવાની ખુબ જરૂર છે આ માટે યોગ્ય સોશિયલ ડિસ્ટન્સીંગ, માસ્ક પહેરવું તથા વારંવાર સાબુથી હાથ ધોવા, સેનેટાઇઝર વાપરવું જેથી કરીને કોવિડ-૧૯ના સંક્રમણને ફેલાતો અટકાવી શકાય.નાગરિકોને જે રીતે સહયોગ મળી રહ્યો છે એવો જ સહયોગ આગામી સમયમા મળતો રહેશે તો ચોકકસ કોવિડ-૧૯ના કેસો ઉતરોત્તર જે રીતે ઘટી રહ્યા છે એમાં વધુ ઘટાડો થશે અને ગુજરાત ઝડપથી કોરોનામુકત બનશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!