ડીજીટલ યુગમાં પ્રવેશી ચુકેલા ભારતનો દબદબો અનેક ક્ષેત્રોમાં રહયો છે. અને ક્રિકેટની દુનિયામાં પણ સારા ખેલાડીઓએ ડંકો વગાડયો છે. દરેક ક્ષેત્રમાં જેમ મહિલા ખેલાડીઓ પણ પોતાનાં જાેમ જુસ્સા સાથે આ ક્ષેત્રમાં ઝુકાવી અને પોતાના પરિવાર તેમજ જૂનાગઢ શહેર અને રાજય તથા રાષ્ટ્રને ગૌરવ અપાવી અને ઈતિહાસ સર્જી શકયા છે. આવા જ એક ભારતનાં મહિલા ક્રિકેટર તરીકે સેવા આપી રહેલા નંદિતા અઢીયા શારજહા ખાતે શરૂ થયેલી વિમેન્ટ ટી-ર૦ ચેલેન્જ કપનાં કોચ તરીકે પસંદગી પામ્યા છે. તે બાબત જૂનાગઢ માટે ગૌરવની બાબત છે. કારણ કે નંદિતા અઢીયા જૂનાગઢની દિકરી છે. અને તેમનાં પિતાશ્રી રમેશભાઈ શેઠ અનેક સેવાકીય પ્રવૃતિ સાથે સંકળાયેલા છે.
રમત-ગમતની અનેક પ્રવૃતિની સાથે ક્રિકેટની દુનિયા કંઈક અલગ જ છે. ક્રિકેટની રમતમાં જેટલો આનંદ રમનારાને આવે તેનાથી બમણો આનંદ જાેનારને પણ આવે છે. જયારે બોલર દ્વારા કોઈની વિકેટ ખેડવી નાંખવામાં આવે ત્યારે અથવા તો કોઈ ખેલાડીનાં બોલને કેચ તરીકે કરવામાં આવે જયારે ચોકકા, છગ્ગાની રમરમાટી બોલાવે ત્યારે રમતનું મેદાન હર્ષની ચીચીયારી અને તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠે છે. જેમ અભ્યાસમાં યોગ્ય માર્ગદર્શકની જરૂર પડે છે તેમ વિવિધ રમતોમાં પણ કોચની જરૂર પડતી હોય છે. અને આ કોચ દ્વારા યોગ્ય માર્ગદર્શન અને ટ્્રેનીંગ મળવાને કારણે જે તે ખેલાડી પોતાનું હીર દર્શાવી શકતા હોય છે. અને રમત-ગમત ક્ષેત્રે ઈતિહાસ રચી નાંખતા હોય છે. મુળ ક્રિકેટના ખેલાડી અને બાદમાં કોચ તરીકેની સેવા આપવાની સુપર કામગીરી કરી રહેલા અને આજથી શારજહામાં યોજાઈ રહેલી વિમેન્ટ ટી-ર૦ ચેલેન્જ કપનાં કોચ નંદિતા અઢીયા જૂનાગઢનાં વતની છે અને હાલમાં તેઓ ભારતની મહિલા ક્રિકેટ ટીમનાં કોચ તરીકે કાર્યરત છે. તેઓની વિમેન્ટ ટી-ર૦ ચેલેન્જ કપમાં કોચ તરીકે પસંદગી થતાં જ તેઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.
રાજાશાહી અને નવાબી શાસનકાળનાં સુવર્ણ દિવસોની યાદગીરી તેમજ ધાર્મિક અને સંસ્કારી ઐતિહાસીક નગરી એવા જૂનાગઢ શહેરની વાત અલગ જ છે. આ શહેરનાં પ્રતિભા સંપન્ન લોકોએ જૂનાગઢ શહેરની ખ્યાતિને વિશ્વના નકશા સુધી પહોંચાડી છે. તેનો આપણે સૌ જૂનાગઢ વાસીઓને હૈયે આનંદ થાય તે સ્વાભાવિક છે. આજે આ આનંદમાં વધારો કરનારી એક બાબત સામે આવી છે અને એ અંગેની રસપ્રદ માહિતી જૂનાગઢવાસીઓ સમક્ષ મુકવામાં આવી છે. જૂનાગઢ શહેરની એક દિકરી આજે શારજહા ખાતે શરૂ થયેલી જીયો વીમેન્સ ટી-ર૦ ચેલેન્જ ટ્રોફીમાં ભાગ લેનારી ‘ટ્રેઈલ બ્લેઝર્સ’ ટીમનાં કોચ તરીકે નિયુકતી થઈ છે. ત્યારે તેઓને અભિનંદનની વર્ષા થઈ રહી છે. રમત-ગમત ક્ષેત્રે જૂનાગઢનું નામ ઝળહળતું કરનારા નંદીતા અઢીયાએ ભુતકાળમાં પણ અનેક સિધ્ધીઓ હાંસલ કરી છે. અને સતત ઉતરોતર પ્રગતિનો ગ્રાફ બનાવ્યો છે. રમત ગમત ક્ષેત્રે એક કોચ તરીકે ઝળહળતી કારકિર્દી બનાવનારા નંદિતા અઢીયાનાં અભ્યાસથી લઈ હાલનાં તબકકા સુધીની વિકાસની યાત્રા અંગેની કેટલીક રસપ્રદ વિગતો અત્રે પ્રસ્તુત કરવામાં આવી છે. મુળ જૂનાગઢનાં નંદિતા અઢીયાએ જૂનાગઢની કનેરીયા સ્કુલમાં અભ્યાસ સાથે ક્રિકેટમાં આગળ વધી જૂનાગઢ જીલ્લાકક્ષાએ સૌરાષ્ટ્ર ઝોનકક્ષાએ તેમજ રાજયકક્ષાએ ક્રિકેટર તરીકે નંદિતા અઢીયાએ સેવા આપી છે. દરમ્યાન આજથી તા.૪ થી ૮ નવેમ્બર સુધી શારજહા ખાતે યોજાનાર વિમેન્સ ટી-ર૦ ચેલેજન કપમાં નંદિતા ટ્રાઈલબેલઝર્સ ટીમના સેવા આપશે. જૂનાગઢથી ક્રિકેટ શરૂ કરનાર નંદિતાની કેપ્ટનશીપ હેઠળ હિલશિલ્ડ ચેમ્પિયન ત્યારબાદ એર ઈન્ડિયાની ટીમમાંથી પણ ક્રિકેટ રમવાનું શરૂ કર્યુ હતું. અને હાલમાં ભારતની મહિલા ક્રિકેટ ટીમના કોચ તરીકે કાર્યરત છે. તેમજ અગાઉ ઓસ્ટ્રેલીયા વિમેન્સ ક્રિકેટ ટીમના લાયઝન ઓફિસર તરીકે પણ તેણીએ ફરજ બજાવેલ છે. વિમેન્સ ટી-ર૦ ચેલેન્જ કપમાં કોચ તરીકે પસંદગી પામનારા મહિલા ક્રિકેટર નંદિતા અઢીયાને અભિનંદન સાથે શુભકામના પાઠવવામા આવી છે. નંદિતા અઢીયાએ જૂનાગઢનાં જાણીતા સેવાભાવી સામાજીક કાર્યકર અને સુનિધી ચેરીટી ફાઉન્ડેશનનાં પ્રતિનિધી
શ્રી રમેશભાઈ શેઠનાં પુત્રી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews