જૂનાગઢમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઉપર દરોડા, એકની ધરપકડ

બી-ડીવીઝન પોલીસ સ્ટેશનનાં એએસઆઈ એન.એ.ચાવડા અને સ્ટાફે મુબારકબાગ નજીક દેશી દારૂની ભઠ્ઠી ઉપર દરોડો પાડતાં દેશી ગાળવાની ભઠ્ઠી ચલાવવાનાં સાધનો મળી કુલ રૂા.૭,૭૧૦નાં મુદામાલ સાથે અર્જુન અમનભાઈ મકવાણાની ધરપકડ કરેલ છે. જયારે અન્ય એક બનાવમાં બી-ડીવીઝન પોલીસ સ્ટેશનના પો.કો. પૃથ્વીરાજસિંહ જયવંતસિંહ અને સ્ટાફે દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ચલાવવા સબબ દારૂ સહિતનાં મુદામાલ સાથે નરેશ રતિલાલ સોઢાને રૂા.૪૩૧૦નાં મુદામાલ સાથે ઝડપી લઈ તેના વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!