શુક્રવારે સ્મશાનના ખાટલે જાથાનાં કાર્યકરો કકળાટના વડા, ગરમાગરમ પુડલા આરોગશે

0

ભારતમાં સદીઓથી કાળી ચૌદસની ગેરમાન્યતા, ગેરપરંપરા, જાતજાતની માન્યતાઓ, ક્રિયાકાંડો, કુરિવાજાે, ભૂત, પ્રેત, પિશાચ, મેલીવિદ્યા, આસુરી શક્તિ, અદ્રશ્ય શક્તિ વગેરેની સાધના કરી જાતજાતના વિધિ વિધાનો, નિવ્રણના હોમ-હવન, મંત્ર-તંત્ર, સાધના, ઉપાસના, મેલીવિદ્યાની સ્મશાનમાં લેતી-દેતી, આપ-લે, ભારે દિવસ, ખોફનાથ વાતો પ્રવર્તે છે તેનું રાજયવ્યાપી ખંડન કરવાના દ્રઢ મનોબળ કેળવવાના જાગૃતિ કાર્યક્રમો સાથે રાજય કક્ષાના કાર્યક્રમનો પ્રારંભ રાજકોટ તાલુકાના મહીકા ગામના સ્મશાનમાં ગ્રામ પંચાયત અને ગ્રામજનોના સહકારથી તા. ૧૩ નવેમ્બર, ર૦ર૦ના રાત્રે ૯ કલાકે ગામના ધણ ચોકમાંથી મેલીવિદ્યાની નનામી, ભુત-પ્રેતનું સરઘસ, મશાલ સરઘસથી પ્રારંભ કરી સ્મશાનમાં મોડી રાત સુધી ભારત જન વિજ્ઞાન જાથા દ્વારા નવતર કાર્યક્રમથી કરવામાં આવશે. રાજયમાં જાથાની શાખાઓ ઉપરાંત ૪પ૦ નાના મોટા નગરોમાં સ્મશાનમાં જાગૃતિ કાર્યક્રમ આપી અંધશ્રધ્ધા દૂર કરવાના પ્રયત્નો થશે. કોવિડ-૧૯ ના નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે. માનસિક નબળા લોકોએ વિશ્વાસ કેળવીને જ કાર્યક્રમમાં હાજરી આપવા જણાવાયું છે. સૌને પોતાને માનવાનો અધિકાર છે તેવું જાથા માને છે. જાથાની વિચારધારાવાળા લોકોએ કાર્યક્રમમાં ખાસ હાજરી આપવી. રાજય કક્ષાના મહીકા ગામ સિવાય ૪૪૯ સ્મશાનમાં રપ જાગૃતોની મર્યાદામાં જ કાર્યક્રમ યોજાશે. મહિકામાં હાજરી આપનારે સંમતિ લેવી જરૂરી છે. જાથાએ ફેસબુક અને યુ ટયુબ ઉપર ઘર બેઠા જાેવાની વ્યવસ્થા કરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!