આપણી આકાશગંગામાંથી પૃથ્વી પર બહુ શક્તિશાળી રેડિયોવેવ્ઝ આવ્યાની ભાળ વિજ્ઞાનીઓને મળી છે. આ રેડિયો વેવ્ઝ ફાસ્ટ રેડિયો બર્સ્ટ્સ (હ્લઇમ્) તરીકે ઓળખાય છે. તે મિલિસેકન્ડ કરતાં પણ ઓછા સમય માટે ટકે છે. આ રેડિયો બસ્ટર્સ સૂર્ય કરતાં પણ ૧૦ કરોડ ગણા પાવરફુલ હોઇ શકે છે. પરંતુ, સેકડન્ક કરતાં પણ ઓછા સમય માટે તે ટકતાં હોવાથી તેનાં ઉદ્ગમ સ્થાનની માહિતી શોધી શકાતી નથી.
અત્યાર સુધી આપણી આકાશગંગાની બહાર આવા હવે ખગોળશાસ્ત્રીઓ આપણી આકાશગંગામાં પહેલી વખત આવા હ્લઇમ્જની ભાળ મેળવી શક્યા છે. આ વખતે હ્લઇમ્ની સૌથી નજીક હોવાને કારણે વૈજ્ઞાનિકોમાં તેના ઉદ્ગમનું રહસ્ય જાણવાની આશા વધી છે. આવા બર્સ્ટસ ઘણા ટૂંકા, અણધાર્યા અને ઘણા દૂરના અંતરે હોવાથી વૈજ્ઞાનિકો તેના ઉદ્ગમને શોધી શક્યા નથી. એ વાત સ્પષ્ટ છે કે, હ્લઇમ્ બ્રહ્માંડમાં શક્ય હોય તેવી વિષમ પરિસ્થિતિમાં આકાર લેતા હશે.
નવા હ્લઇમ્ ની શોધ કરનારા વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે, રેડિયો એનર્જીના ધડાકા ‘મેગ્નેટાર’ અથવા પાવરફુલ મેગ્નેટિક ફિલ્ડ ધરાવતા ન્યૂરોન સ્ટારમાંથી આવ્યા હોય એવી એક શક્યતા છે. . ખગોળશાસ્ત્રીઓએ એ વાતની પુષ્ટિ કરી હતી કે, તાજેતરના હ્લઇમ્ અગાઉના દૂરના અંતરે થયેલા હ્લઇમ્ જેવા જ છે. આ બાબત સૂચવે છે કે, આપણી આકાશગંગાની બહાર થતા આવા બર્સ્ટના મૂળમાં કદાચ સમાન તત્વો જ હશે.
વૈજ્ઞાનિકોએ ૨૭ એપ્રિલે આ બર્સ્ટ શોધવાની શરૂઆત કરી હતી. જેમાં ખગોળશાસ્ત્રીઓએ બે અવકાશી ટેલિસ્કોપ દ્વારા આકાશગંગાના બીજા છેડેથી મેગ્નેટારના ઘણા એક્સ-રે અને ગેમા-રે એમિશન્સ મેળવ્યા હતા. પછીના દિવસે આકાશના એ ટુકડાના નિરીક્ષણ માટે ઉત્તર અમેરિકાના બે ટેલિસ્કોપનો ઉપયોગ કરાયો હતો અને તેમાં હ્લઇમ્ ૨૦૦૪૨૮ તરીકે ઓળખાતો બર્સ્ટ જોવામાં સફળતા મળી હતી. આપણી આકાશગંગાના તેમજ મેગ્નેટાર સાથે જોડાયેલા પ્રથમ હ્લઇમ્ને કારણે બર્સ્ટથી રેડિયો તરંગો ઉપરાંત, એમિશન્સ મળ્યા હતા. જર્નલ ‘નેચર’માં હ્લઇમ્અંગેના આ રિસર્ચના ત્રણ પેપર પ્રકાશિત કરાયા છે. જેમાં વિશ્વભરમાંથી ટેલિસ્કોપ્સ દ્વારા એકત્ર કરાયેલા ડેટાના આધારે તારણ બહાર પાડવામાં આવ્યા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews