કોરોના મહામારીને કારણે રાજ્યમાં બંધ શાળાકોલેજાે શરૂ કરવાની અટકળો વચ્ચે રાજ્ય સરકાર તે દિશામાં આગળ વધી રહી છે. દિવાળી બાદ શાળા-કોલેજાે શરૂ કરવા મુદ્દે આજે ગાંધીનગરમાં બેઠક યોજાઈ હતી જેમાં મુખ્યમંત્રીની સૂચના અનુસાર શાળાકોલેજાે શરૂ કરવા SOP બનાવવા ઉચ્ચ અધિકારીઓને નિર્દેશો આપવામાં આવ્યા હતા. આગામી બે-ત્રણ દિવસમાં એસઓપી બજાવી દેવામાં આવશે તેમ જણાવતા શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, આગામી વર્ષની બોર્ડની પરીક્ષાઓ મે મહિનામાં લેવામાં આવશે. રાજ્યની શાળા-કોલેજાે ફરી શરૂ કરવા તૈયારીઓમાં રાજ્ય સરકાર લાગી ગઈ છે જેને પગલે શિક્ષણ વિભાગે દિવાળી પછી કોલેજાે અને ધો.૯થી ૧૨ શરૂ કરવા અંગેની ચર્ચા કરવા તમામ યુનિવર્સિટીના કુલપતિ સાથે બેઠક કરી છે. આ બેઠકમાં કોવિડ-૧૯ માટેની નવી ગાઈડલાઈન્સ નક્કી કરવામાં આવશે, એ જાેતાં દિવાળી બાદ પહેલાં કોલેજાે શરૂ થાય એવી શક્્યતાઓ છે. એ પછી તબક્કાવાર સ્કૂલો શરૂ કરાશે, પણ એ પહેલાં સ્કૂલ-સંચાલકો અને શિક્ષણ અધિકારી અને આરોગ્ય વિભાગ સાથે બેઠકો કરશે. શિક્ષણ વિભાગના સૂત્રો પાસેથી પ્રાપ્ત અહેવાલ મુજબ સ્કૂલો ડિસેમ્બર બાદ શરૂ થઈ શકે છે, પણ કોલેજાેના મામલે દિવાળી બાદ ર્નિણય થઈ શકે છે. મંત્રી ચુડાસમાએ ઉમેર્યું કે, રાજ્યમાં શાળા-કોલેજાેમાં શૈક્ષણિક કાર્ય શરૂ કરવા માટે ગઈકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપેલ નિર્દેશ અનુસંધાને આજે શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી છે અને SOP બનાવવા માટેની સૂચના આપી દેવાઈ છે જે આગામી બે-ત્રણ દિવસમાં બનાવી દેવાશે. વિવિધ યુનિવર્સિટીઓના વાઈસ ચાન્સેલરો સાથે પણ ઓનલાઈન ચર્ચા વિચારણા કર્યા બાદ યોગ્ય ર્નિણય કરાશે. શિક્ષણમંત્રીએ આગળ કહ્ય્ કે, ધો.૯થી ૧૨માં શૈક્ષણિક કાર્ય શરૂ કરવા માટે પણ ઉચ્ચ અધિકારીઓને તાત્કાલિક SOP બનાવવા માટે સૂચનાઓ આપી દેવાઈ છે. SOP તૈયાર થયા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત આરોગ્ય વિભાગના સંકલનમાં રહીને શાળા-કોલેજાેમાં શૈક્ષણિક કાર્ય ક્યારથી શરૂ કરવું એ અંગે યોગ્ય ર્નિણય કરશે. આ પહેલાં કોરોનાને કારણે UGCએ નવું એકેડેમિક કેલેન્ડર જાહેર કર્યું હતું. આ કેલેન્ડેર મુજબ ૧ નવેમ્બરથી નવા સત્રની શરૂઆત થઈ ગઈ છે. આ અગાઉ ૧ સપ્ટેમ્બરથી સત્ર ચાલુ કરવાની જાહેરાત કરી હતી. યુનિવર્સિટી અને કોલેજાેમાં ૩૧ ઓક્ટોબર સુધીમાં પ્રવેશ પ્રક્રિયા પૂરી કરવામાં આવી હતી. કોરોનાને કારણે સ્થિતિ બગડતાં નવા શૈક્ષણિક સત્રની નવી તારીખો જાહેર કરાઈ છે. પરીક્ષા માટે ૧ માર્ચથી લઈને ૭ માર્ચ, એટલે કે ૭ દિવસનો બ્રેક આપવાનો રહેશે. જ્યારે ૮ માર્ચથી ૨૪ માર્ચ સુધી પરીક્ષાઓ લેવામાં આવશે. ૨૭ માર્ચથી ૪ એપ્રિલ સુધી સેમેસ્ટર બ્રેક આપવામાં આવશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews