દેશના અન્ય રાજયોની જેમ ગુજરાતમાં પણ એક વોર્ડ એક બેઠક પ્રમાણે ચૂંટણી કરવા વડોદરા કોંગ્રેસના સિનિયર આગેવાન નરેન્દ્ર રાવતે કોર્ટમાં દાદ માંગી હતી. આ અંગે સુપ્રીમકોર્ટમાં સુનાવણી હાથ ધરાતા સુપ્રીમકોર્ટે આગામી ર૪મી નવેમ્બરે ચુકાદો આપવા નિર્ણય કર્યો છે. અત્રે નોંધનીય છે કે સમગ્ર દેશમાં મોટા ભાગના રાજયોમાં એક વોર્ડ એક બેઠક પ્રમાણે જ ચૂંટણી થાય છે. સુપ્રીમકોર્ટમાં આજે ગુજરાતની મહાનગરપાલિકા અને નગરપાલિકાની ર૦ર૦ની ચૂંટણીમાં એક વોર્ડ એક બેઠકની માગણી સાથેની કોંગ્રેસ પ્રવકતા નરેન્દ્ર રાવતે કરેલી બે-પિટિશનની સુનાવણીમાં ગુજરાત સરકાર દ્વારા નવી ફ્રેશ પિટિશનમાં જવાબ આપવા માટે આજનો ચુકાદો મુલતવી રાખવાનો પત્ર આપ્યો હતો. જેની સામે નરેન્દ્ર રાવતના સિનિયર કાઉન્સિલ કપિલ સિબ્બલે લેખિતમાં વાંધો લઈ અને પત્ર આપ્યો અને દલીલ કરી કે આ પિટિશન ચૂંટણી માટે મહત્વની પિટિશન જેમાં સીમાંકન સહિત એકથી વધુ મુદ્દાઓ સામેલ છે. જયારે જુની ર૦૧પની પિટિશનની તો ફકત સુનાવણી જ બાકી છે તો ફાઈનલ સુનાવણી કરવા દલીલ કરી હતી. જે બાબતની દલીલ વ્યાજબી ગણી સુપ્રીમકોર્ટે ગુજરાત સરકાર ર૪ નવેમ્બર સુધીમાં જવાબ આપે કે ના આપે ફાઈનલ સુનાવણી કરવાનો નિર્ણય કર્યો છે. સુપ્રીમકોર્ટે કપિલ સિબ્બલની દલીલને ધ્યાનમાં લઈ અને કેસની ગંભીરતાને જાેતા આ બાબતે દિવાળી વેકેશન પછી બીજા વિકમાં કેસની સુનાવણીની તારીખ ર૪ નવેમ્બર નક્કી કરી છે. જે અંગે સુપ્રીમકોર્ટે હુકમ પણ કરી દીધો છે. આ અંગે અરજદાર નરેન્દ્ર રાવતે કહ્યું કે, અમને વિશ્વાસ છે કે સુપ્રીમકોર્ટે અમારી બન્ને પિટિશનની બંધારણીય અધિકારોની માંગણીઓ ગંભીરતા ધ્યાનમાં લઈ ચૂંટણી પહેલા નિર્ણય આપશે. ગુજરાત સરકાર દ્વારા કોર્ટમાં પોતાનો પક્ષ કે દલીલ કરવાને બદલે સુનાવણી પાછી ઠેલવવાનો પ્રયત્નને સખત શબ્દોમાં વખોડું છું અને ગુજરાત સરકાર અને ચૂંટણીપંચ દ્વારા ભાજપ એક વોર્ડમાં ચાર બેઠકોની સિસ્ટમથી સહેલાઈથી ચૂંટણી જીતી શકે છે. રપ વર્ષની આ સિસ્ટમ ચાલું રાખવા કોર્ટમાં કેસ ન ચાલે તેવો પ્રયત્ન કરી રહ્યા છે. જેથી ચૂંટણી જીતી શકે. ઉલ્લેખનીય છે કે, વડોદરા મહાનગરપાલિકાની ર૦૧પમાં ચૂંટણી યોજાઈ ત્યારે પણ કોંગ્રેસના પ્રવકતા નરેન્દ્ર રાવત દ્વારા સુપ્રીમકોર્ટમાં દાદ માંગી હતી અને તેના ઉપર હજી સુધી નિર્ણય પેન્ડીંગ છે. ર૦૧પની પિટિશનની સુનાવણી કરવા માટે સુપ્રીમકોર્ટમાં માંગણી કરવામાં આવી હતી, ત્યારે પાલિકાના આખરી વોર્ડની સંખ્યા ઉમેદવારોની સંખ્યા અનામત બેઠકોની ફાળવણી સહિતનું બાબતનું અંતિમ જાહેરનામું ૮ ઓગષ્ટના રોજ જાહેર કરવામાં આવ્યું હતું અને તેને બીજા દિવસે ૯ ઓગષ્ટે સરકારના નિર્ણય સામે નરેન્દ્ર રાવતે મનાઈ હુકમ માહિતી અને પિટિશનની સુનાવણીની માંગણી કરતી અરજી કરી હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews