વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમિત થાય તો અમારી જવાબદારી નહીં ! ઃ શાળા સંચાલકોએ હાથ ઉંચા કરી દીધા

0

કોરોના કાળમાં લોકડાઉનના સમયથી રાજયમાં શાળા-કોલેજાેમાં શૈક્ષણિક કાર્ય બંધ છે અને માત્ર ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ત્યારે રાજયમાં ક્રમશઃ કોલેજાે અને શાળાઓ શરૂ કરવા અંગે રાજય સરકાર અને સંચાલકો વચ્ચે વાટાઘાટો થઈ રહી છે ત્યારે દિવાળી બાદ આ મહિનાના અંત સુધીમાં શાળાઓ ખૂલે તે અંગેની ગાઈડલાઈન્સ પણ તૈયાર છે. આ મામલે વાલીઓ હજુ ખૂલીને સામે આવ્યા નથી. જયારે શાળા સંચાલકો ફરીથી શાળાઓ શરૂ થાય તે નિર્ણયની તરફેણમાં પરંતુ તેઓ વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમિત થાય તો એ બાબત ઉપર કોઈ જવાબદારી લેવા તૈયાર નથી. સ્કૂલ મેનેજમેન્ટના કહેવા મુજબ વિદ્યાર્થીઓ રિક્ષા અને અન્ય ટ્રાન્સપોર્ટના સાધન થકી સ્કૂલમાં આવે છે. વળી તેઓ શાળા છુટયા બાદ અન્ય લોકોના સંપર્કમાં પણ આવે છે ત્યારે ઘરથી ટ્રાવેલિંગ સહિતના સ્થળોએ સુરક્ષા મામલે શાળાઓને જવાબદાર ગણાવી શકાય નહીં બીજી તરફ શાળાઓએ એમ પણ જણાવ્યું કે દરેક વિદ્યાર્થીનું રોજ થર્મલગનથી બોડી ટેમ્પરેચર ચેક કરવું તે ખુબ જ સમય વેડફનારૂં છે વળી આ કામ માટે સ્કૂલોએ અલગથી માણસો રાખવાની પણ જરૂર ઉભી થશે. આમ આ મુદ્દે શાળા સંચાલકો જવાબદારી લેવા તૈયાર નથી અમદાવાદ પ્રોગ્રેસિવ સ્કૂલ્સ મેનેજમેન્ટ એસોસિએશનના પ્રમુખે નિયમો પાલન અંગે તો હામી ભરી હતી. પણ તેમણે જણાવ્યું કે ખાસ મહત્વનું એ છે એકવાર વિદ્યાર્થી સ્કૂલ છોડે તે બાદ તેમના ઉપર સ્કૂલોનું કોઈ નિયંત્રણ હોતું નથી, એવામાં તેઓ સંક્રમિત થાય છે તો સ્કૂલોને જવાબદાર ન ઠેરવી શકાય. સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલ મેનેજમેન્ટ એસોસિએશનના જતીનભાઈ કહે છે, જયારે થિયેટરોમાં ફિલ્મ જાેવા આવનારા લોકો કોરોના સંક્રમિત થાય તો માલિકોને જવાબદાર ઠેરવી શકાય નહીં તો વિદ્યાર્થીઓ માટે સ્કૂલોને કેવી રીતે જવાબદાર ઠેરવી શકાય. ગુજરાત રાજય શાળા સંચાલક મહામંડળના પ્રેસિડેન્ટ ભાસ્કર પટેલ કહે છે, રાજય સરકારે સ્કૂલોને ફરી ખોલવા માટેના ડ્રાફટીંગમાં અન્ય રાજયોમાં જયાં સ્કૂલો ખુલી છે. તેમના અનુભવોને પણ ધ્યાનમાં લેવા જાેઈએ. જયારે બીજી તરફ સ્કૂલના બાળકોના પેરેન્ટસનું એસોસિએશન, ઓલ ગુજરાત વાલી મંડળ દ્વારા સરકાર સમક્ષ માંગણી કરવામાં આવી છે કે, સલાહ સૂચનમાં શિક્ષકો, પ્રિન્સિપાલ તથા વાલીઓને પણ સામેલ કરવા જાેઈએ. ત્યારે હવે આ મામલે સરકાર ચર્ચા વિચારણા બાદ કયાં નિર્ણય ઉપર પહોંચે છે તે તો આવનાર સમય નક્કી કરશે. જાે કે આ મામલે વાલીઓ અને શિક્ષકો શું માને છે ? તે પણ એક પ્રશ્ન છે ત્યારે સરકાર આ અંગે નિર્ણય લે તો પૂર્વે વાલીઓ અને શિક્ષકોને ચર્ચા-વિચારણામાં સામેલ કરે છે. કે એમના સલાહે સુચન લે છે તે પણ જાેવું રહ્યું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!