કેશોદ નગરપાલિકા હસ્તકના સીસી રોડમાં ટ્રકના વહીલનો જાેટો ઘુસી ગયો, સદનસીબે જાનહાનિ ટળી

કેશોદના રામવાડી વડલા સામેના સીસી રોડમાં ખાતર ભરેલ ટ્રક પસાર થતી વખતે સીસી રોડમાં ખૂંચી જતા સીસી રોડના કામમાં નબળાઈ હોવાનું જણાઈ રહ્યું છે. કેશોદના માંગરોળ રોડ ઉપર રામવાડી વડલા સામેના પંચવટી કોમ્પ્લેક્ષ તરફ જતા સીસી રોડમાંથી ખાતર ભરેલ ટ્રક પસાર થઇ રહ્યો હતો તે સમયે ટ્રક અચાનક સીસી રોડમાં ઘુસી જતાં જેસીબી દ્વારા ખાડા બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સીસી રોડ નબળો હોવાના કારણે ટ્રકનો જાેટો ઘુસી ગયો હોવાનું અનુમાન લાગી રહ્યું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!