ચંદ્રકાંતભાઈ ચોપડા ગ્રુપ દ્વારા દ્વારકાધામથી પગપાળા યાત્રા કરાઈ

દેવભૂમિ દ્વારકા ધાર્મિક આસ્થાનું પ્રતિક મનાય છે અને ભાવિકો પગપાળા યાત્રા કરી દેવસ્થાનોના દર્શનનો લાભ લે છે. તાજેતરમાં ચંદ્રકાંતભાઈ ચોપડા ગ્રુપ દ્વારા તા. ૩-૧૧-ર૦ર૦ના રોજ દ્વારકાથી ૯૦ કિ.મી.ની પગપાળા યાત્રાનો પ્રારંભ કરી આલબાઈ માતાજીનો ડુંગર, જુંગી વોરાદાદાનાં મંદિરનાં દર્શનનો લાભ લીધો હતો. આ પગપાળા યાત્રા બે દિવસ ચાલી હતી જે તા. પ-૧૧-ર૦ર૦ના રોજ પૂર્ણ થઈ હતી. આલબાઈ માતાજીને પાંચ હજાર વર્ષ પહેલાં દુર્વાશા ઋષિએ પ્રગટ કર્યા હોવાની લોકવાયકા છે. આ પગપાળા યાત્રામાં ચંદ્રકાંતભાઈ ચોપડા, સચીનભાઈ સવાણી, મનીષાબેન, સાગર નકુમ, પ્રકાશ નકુમ, ધર્મેન્દ્રભાઈ હડીયલ વગેરે જાેડાયા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!