આલીધ્રા ગામે આધુનિક ભઠ્ઠીનું લોકાર્પણ કરાયું

આલીધ્રા ગામે આવેલ સ્મશાન ગૃહ માટે એક આધુનિક ભઠ્ઠીનાં લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં કેશોદના નિવાસી અર્જુનભાઈ પાઘડાર દ્વારા બનાવામાં આવેલ જેના દાતા સ્વ. રાજુબેન અને મોહનભાઈ ગજેરાની સ્મૃતિમાં ગજેરા પરિવારના મનસુખભાઈ, અમૃતલાલભાઈ, સોમેશભાઈના આર્થિક સહયોગથી બનાવવામાં આવી છે. આ તકે દાતાશ્રીઓ, મહેમાનાં સન્માન બાદ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. ભઠ્ઠીના લોકાર્પણ કાર્યક્રમમાં ગામના સરપંચ શરદભાઈ ટીલવા, ચંદ્રકાંતભાઈ ટીલવા, હિરેનભાઈ સોલંકી, મેરૂભાઈ, ભારતીબેન કુંભાણી, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન અર્જુનભાઈ પાઘડાર, ગજેરા પરિવારે ઉપસ્થિત રહી આધુનિક ભઠ્ઠી આલીધ્રા ગામને લોકાર્પણ કરાઈ હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!