દ્વારકાના સુપ્રસિદ્ધ જગત મંદિરે દિપોત્સવી ઉત્સવના દર્શન યોજાશે

0

આગામી દિવસોમાં દિપાવલી તથા નૂતન વર્ષ ઉત્સવને અનુલક્ષીને તા.૧૩થી તા.૧૬ નવેમ્બર દરમ્યાન દ્વારકાના સુપ્રસિદ્ધ શ્રી દ્વારકાધીશજી મંદિર ખાતે શ્રીજીના દર્શનનો કાર્યક્રમ યોજાશે. આ અંગે સર્વે ભક્તોએ કોરોનાના સંક્રમણને અટકાવવાના હેતુસર સોશ્યલ ડીસ્ટન્સ જાળવી, માસ્ક પહેરી તથા ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઇડલાઇનનું ચૂસ્ત પાલન કરી દર્શનનો લાભ લેવા સર્વે ભક્તોને દ્વારકાધીશ મંદિરના વહીવટદાર તથા દ્વારકાના પ્રાંત અધિકારીની યાદીમાં જણાવાયું છે. શુક્રવાર તા. ૧૩ ના રોજ ધનતેરશના દિને શ્રીજીના દર્શનનો કાર્યક્રમ નિત્યક્રમ મુજબ, શનિવાર તા.૧૪ના રોજ રૂપચૌદશ અને દિપાવલી મંગલા આરતી સવારે સાડા પાંચ વાગ્યે, શ્રીજીના દર્શન નિત્યક્રમ મુજબ, અનોસર (મંદિર બંધ) બપોરે એક વાગ્યે થશે. ઉત્થાપન દર્શન સાંજે પાંચ વાગ્યે તથા રાત્રે આઠથી સાડા આઠ સુધી હાટડી દર્શન, અનોસર (મંદિર બંધ) રાત્રે પોણા દસ વાગ્યે. રવિવાર તા.૧૫ના રોજ નૂતનવર્ષ નિમિતે અન્નકુટ ઉત્સવ મંગલા આરતી સવારે છ વાગ્યે, શ્રીજીના દર્શન નિત્યક્રમ મુજબ, અનોસર (મંદિર બંધ) બપોરે એક વાગ્યે થશે. સાંજે પાંચ વાગ્યે અન્નકુટ દર્શન તથા રાત્રે પોણા દસ વાગ્યે અનોસર (મંદિર બંધ) થશે. ભાઈબીજ નિમિત્તે સોમવારે સવારે સાત વાગ્યે મંગળા આરતી, શ્રીજીના દર્શન નિત્યક્રમ મુજબ, અનોસર (મંદિર બંધ) બપોરે એક વાગ્યે થશે. સાંજના દર્શન નિત્યક્રમ મુજબ થશે તેમ એક યાદીમાં જણાવાયું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!