જૂનાગઢનાં મુકિતદિન નિમીતે વિજય સ્થંભનું પૂજન કરાયું

૯મી નવેમ્બરનો આજનો દિવસ જૂનાગઢ અને સોરઠ પંથકની જનતા માટે અતિ મહત્વનો આનંદનો દિવસ છે. ૯મી નવેમ્બર ૧૯૪૭નાં દિવસે જૂનાગઢ સાચા અર્થમાં મુકત થયું હતું. અને લોકોએ આઝાદીનો આનંદ માણ્યો હતો. આજે ૯મી નવેમ્બર ર૦ર૦નાં દિવસે જૂનાગઢનો ૭૩મો આઝાદી દિવસ છે. વર્તમાનમાં કોરોનાનાં સંકટમય કાળમાં કોઈ મોટા કાર્યક્રમ આ વર્ષે યોજવામાં આવ્યા નથી. સરકારી ઈમારતોને રોશનીથી જગમગાવતા અને બહાઉદીન કોલેજ ખાતે આવેલા વિજય સ્થંભનું આજે સવારે પૂજનવિધી કરવામાં આવી હતી. આ તકે મહાનગરપાલિકાનાં મેયર ધીરૂભાઈ ગોહેલ અને ટીમ તેમજ જૂનાગઢનાં ધારાસભ્ય ભીખાભાઈ જાેષી અને પદાધિકારીઓ ઉપસ્થિત રહયાં હતાં.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!