જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં હવે એક દિવસમાં ૧૦૦૦ પ્રવાસીઓ મુલાકાત લઇ શકશે

જૂનાગઢ સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાં હવે એક દિવસમાં ૧૦૦૦ પ્રવાસીઓ મુલાકાત લઈ શકશે. તા.૧ સપ્ટેમ્બરથી સરકારની કોવિડ-૧૯ની માર્ગદર્શિકા સાથે સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે. જેમાં પ્રતિદીન ૫૦૦ મુલાકાતીઓને પરવાનગી આપવામાં આવતી હતી. ઓક્ટોબર મહિનામાં મુલાકાતીઓને પ્રતિસાદને ધ્યાને લઇને હવે અનલોક-૫ ની નવી ગાઇડ લાઇન મુજબ મુલાકાતીઓની સંખ્યા ૫૦૦ પ્રતિદિનના બદલે સવારે ૮ થી સાંજે ૫ વાગ્યા સુધી બે-બે કલાકની શીફ્ટમાં ૫૦૦ – ૫૦૦ ની સંખ્યામાં વધારો કરાયો છે તેમજ આવનારા સમયમાં સરકારની વખતો વખતની નવી ગાઇડલાઇન મુજબ મુલાકાતીઓની સંખ્યામાં વધારો કરવામાં આવશે. ઉપરાંત સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયનો મૂળ ઉદેશ નાના બાળકો તથા મુલાકાતીઓમાં વન્યજીવો પ્રત્યે જાગૃતતા લાવવાનો હોય છે. સરકારની નવી અનલોક ૫ ની નવી ગાઇડ લાઇન મુજબ ૧૦ વર્ષથી નાના બાળકો અને ૬૫ વર્ષથી વધુના સીનીયર સીટીઝનોને પણ પ્રવેશ આપવામાં આવશે એમ જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!