માંગરોળ મુસ્લીમ સમાજનાં સેવાભાવી આગેવાન હસન બેરાની ચીરવિદાયથી સમાજમાં શોક

0

જૂનાગઢ જીલ્લાના માંગરોળ તાલુકા સમસ્ત મુસ્લીમ ઘાંચી સમાજના મોટા હમદર્દ હસન કાસમ બેરાનું રવિવારે દુઃખદ અવસાન થતા સમગ્ર મુસ્લીમ સમાજ ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયો છે. હસન કાસમ બેરા પોતાની કોમ પ્રત્યેની હમદર્દીના લીધે મુસ્લિમ સમાજની ઘી બૈતુમાલ ફંડ, ઈમદાદે મરીઝ કમીટી, દારૂલ ઉલુમ હસનિયાહ જેવી અનેક સેવાકીય સંસ્થાઓ સાથે જોડાઈને સમાજના વિકાસ અને ઉન્નતી માટે તેમજ ખાસ કરીને સમાજમાં કૌટુંબિક સમાધાન માટે હંમૈશા પ્રયત્નશીલ રહ્યા હતા. સમાજમાં પોતાની આગવી ઓળખ અને રૂઆબના કારણે કોઈ પણ પ્રકારના અઘરા સમાધાનો પણ તેમના માટે સામાન્ય બાબત હતી. નિસ્વાર્થપણે બે કુટુંબ કે વ્યક્તિ વચ્ચેના સમાધાન માટે તેઓ અર્ધી રાત્રે પણ દોડી જતા. સમાધાનની કામગીરીમાં તેઓ ઘણીવાર આખો આખો દિવસ તેમના ઘરે પણ પહોંચતા નહોતા. તેમની આ વિશેષ કામગીરીના લીધે તેઓએ મુસ્લિમ સમાજમાં એક સમાધાનકારી નેતાની છબી બનાવી હતી. માંગરોળમાં પચ્ચાસ હજારની ઘાંચી સમાજની વસ્તી ધરાવતા સૌથી મોટા સમાજની સાથો સાથ તેઓ સમસ્ત મુસ્લીમ સમાજ અને હીન્દુ સમાજમાં પણ મોટી નામના મેળવી હતી. હસન કાસમ છેલ્લા ઘણા મહીનાથી કેન્સરની બિમારીનો ભોગ બનતા આ ફાની દુનિયાને અલવિદા કરી જતા સમગ્ર માંગરોળ પંથકમાં ઘેરા શોકનું મોજુ ફરી વળ્યું હતું. હીન્દુ-મુસ્લિમ સમાજના તમામ આગેવાનોએ તેમજ માંગરોળ પોલીસે પણ આવા સમાધાનકારી વ્યક્તિની ચિરવિદાય ઉપર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી હતી. હજારો લોકો હસન કાસમ બેરાના જનાઝામાં શરીક થયા હતા. આ સાથે માંગરોળ તાલુકાના તમામ મુસ્લીમ સમાજના આગેવાનો , હોદ્દેદારો અને અગ્રણીઓ હાજર રહ્યા હતા. આ ફાની દૂનિયાને અલવિદા કરી જનાર હસન કાસમ વાહીદશાહ કબ્રસ્તાનમાં દફન થઇ ચુકયા છે ત્યારે તેમની સમાજ પ્રત્યેની ભગીરથ સેવાકીય કામગીરી આવનાર પેઢીમાં પણ યાદગાર બની રહેશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!