માર્કેટીંગ યાર્ડ જૂનાગઢમાં આવતીકાલથી ૬ દિવસનું દિવાળી વેકેશન

જૂનાગઢ માર્કેટીંગ યાર્ડનાં ઈન્ચાર્જ સેક્રેટરી પી. એસ. ગજેરાએ જણાવ્યું હતું કે, ૧૩ નવેમ્બરથી લઈને ૧૮ નવેમ્બર સુધી માર્કેટીંગ યાર્ડમાં દિવાળીના તહેવારોને લઈને વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ દિવસો દરમ્યાન યાર્ડની તમામ કામગીરી સદંતર બંધ રહેશે. ત્યારે ખેડુતોને પોતાની જણસી ૧ર નવેમ્બર સવારના ૧૦ વાગ્યા બાદ ન લાવવા જણાવાયું છે. જયારે ૧૯ નવેમ્બરનાં લાભ પાંચમના શુભ દિવસે ફરી યાર્ડની કામગીરીનો પ્રારંભ થશે. જાેકે ખેડુતો પોતાની જણસીના વેંચાણ માટે એક દિવસ અગાઉ એટલે કે ૧૮ નવેમ્બરના સવારના ૮ વાગ્યાથી જણસી લાવી શકાશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!