જૂનાગઢમાં વાહનચોરીનાં ગુનામાં સંડોવાયેલા આરોપીની ધરપકડ

0

જૂનાગઢ શહેરના કાજીવાડા, આદિનાથ એપાર્ટમેન્ટ ખાતેથી ફરિયાદી જીજ્ઞેશભાઈ મનસુખભાઇ રાજપરા (ઉ.વ. ૩૩, રહે. કાજીવાડા, આદિનાથ એપાર્ટમેન્ટ, બ્લોક નં. ૧૦૧, જૂનાગઢ)નું હીરો હોન્ડા સાઈન જીજે-૧૦-સીકે-૮૨૮૧ કિંમત રૂા. ૪૦,૦૦૦ અને ત્યાં રહેતા પાડોશી દીપકભાઈ શાંતિલાલ વસાનું એવીએટર મો.સા. ય્ત્ન-૧૧-છઝ્ર-૧૬૫૮ કિંમત રૂા. ૧૫,૦૦૦ ના બે મોટર સાયકલ કુલ કિંમત રૂા. ૫૫,૦૦૦ના ઉપરોક્ત જગ્યા પાર્ક કરેલ હતા ત્યાંથી કોઈ અજાણ્યા ચોર દ્વારા ચોરી કરવામાં આવતા, ફરિયાદી જીજ્ઞેશભાઈ મનસુખભાઇ રાજપરાએ જૂનાગઢ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવામાં આવતા, એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વાહન ચોરીનો ગુન્હો નોંધી, તપાસ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ જે.એચ.કચોટ તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ હતી.
જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર, જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા મિલ્કત વિરૂધ્ધના ગુન્હાઓ શોધી કાઢી, આ પ્રકારના ગુન્હાઓમાં સંડોવાયેલ આરોપીઓને પકડી પાડવા માટે સુચના આપવામાં આવી છે. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.જી.ચૌધરી, પીએસઆઇ જે.એચ.કચોટ તેમજ સ્ટાફના માલદેભાઈ, વિકાસભાઈ, વિક્રમસિંહ, અનકભાઈ, મોહસીનભાઈ, જીલુભાઈ, સહિતની ટીમ દ્વારા સઘન તપાસ હાથ ધરી, સીસીટીવી કેમેરા આધારે તપાસ કરતા, એક આરોપી આ બંને મોટર સાયકલ ચોરી કરીને જતા જણાઈ આવેલ હતો પરંતુ ઓળખાયેલ નહોતો. આ ચોરીમાં સંડોવાયેલ આરોપી બાબતે બાતમીદારોને સીસીટીવી ફૂટેજ બતાવતા ચોરી કરનાર આરોપી કુંભારવાડા વિસ્તારમાં રહેતો અનિશ ગામેતી હોવાનું ખુલ્યું હતું. દરમ્યાન એ ડિવિઝન પોલીસની ઉપરોક્ત ટીમ દ્વારા પેટ્રોલિંગ દરમ્યાન હીરો હોન્ડા સાઈન મોટર સાયકલ સાથે આરોપી અનિશ મુસાભાઈ સીડા (જાતે ગામેતી ઉ.વ. ૨૨ રહે. પાણીના ટાંકા પાસે, કુંભારવાડા, જૂનાગઢ) ને પકડી પાડી, પૂછપરછ કરવામાં આવતા, સંતોષકારક જવાબ નહીં આપતા તેમજ મોટર સાયકલના કાગળો, આર.સી.બુક નહીં હોવાનું જણાવતા, મોટર સાયકલ સાથે પોલીસ સ્ટેશન લાવી, સઘન તપાસ હાથ ધરવામાં આવેલ હતી. શંકાસ્પદ મોટર સાયકલ સાથે લાવેલ આરોપી અનિશ મુસાભાઈ સીડાની એ ડિવિઝન પોલીસ ટીમ દ્વારા સઘન પુછપરછ હાથ ધરવામાં આવતા, કાજીવાડામાં આવેલ એપાર્ટમેન્ટ ખાતેથી આ મોટર સાયકલ તથા અન્ય એક એવીએટર મોટર સાયકલ મળી, કુલ ૨ મોટર સાયકલની ચોરી કરી હોવાની કબૂલાત કરવામાં આવેલ હતી. આ બાબતે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ઉપરોક્ત ગુન્હો નોંધાયેલ હતો. જેથી, એ ડિવિઝન પોલીસ દ્વારા હીરોહોન્ડા સાઈન મોટર સાયકલ તથા એવીએટર મોટર સાયકલ કુલ કિંમત રૂા. ૫૫,૦૦૦ કબ્જે કરી, અનિશ મુસાભાઈ સીડાને કોરોના ટેસ્ટ કરાવી, ધરપકડની કાર્યવાહી કરવામાં આવેલ હતી. પકડાયેલ આરોપી અનિશ મુસાભાઈ સીડાની પૂછપરછ કરતા, પોતાને જુગાર રમવાની આદત હોય, પોતાને રૂપિયાની જરૂરિયાત ઉભી થતા બંને મોટર સાયકલ ચોરીની કબૂલાત કરવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!