રોપ-વે મામલે સાધુ સંતો અને સમાજના આગેવાનો સાથે બેઠક યોજાઇ : આંદોલનનો રણટંકાર

0

રાજપૂત કરણી સેના અને ભગતસિંહ ક્રાંતિ દળના સંયુક્ત ઉપક્રમે જૂનાગઢના ગિરનાર તળેટીમાં આવેલ સાધુ સમાજના અગ્રણીઓ, સંતો અને જૂનાગઢ શહેરના સર્વ સમાજના યુવાનો સાથે એક વિચારગોષ્ઠિનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વર્ષોની લડત બાદ સ્થાપિત કરવામાં આવેલ રોપ-વેના અસહ્ય ટીકીટ દર સામે જન આંદોલનના મંડાણ કરવાનો ર્નિણય કરવામાં આવ્યો હતો. શ્રી રાજપૂત કરણી સેના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જે. પી. જાડેજા અને ભગતસિંહ ક્રાંતિ દળના રાષ્ટ્રીય અધ્યક્ષ જીગ્નેશ કાલાવડિયા દ્વારા જૂનાગઢની મુલાકાત લેવામાં આવી હતી. જે દરમ્યાન ગિરનાર તળેટીમાં બિરાજમાન પૂ. શ્રી શેરનાથબાપુ, પૂ.શ્રી મહાદેવગીરી બાપુ, પૂ.શ્રી ઇન્દ્રભારતી બાપુ સહિતના અગ્રણી સંતો સાથે શુભેચ્છા મુલાકાત યોજી ગિરનાર રોપ-વેના અસહ્ય ટિકિટ દરથી તેમને વાકેફ કરી આગામી સમયમાં શરૂ કરવામાં આવનાર પરિણામ લક્ષી લડતમાં સાથ સહકાર સાથે આશીર્વાદ પ્રાપ્ત કરવામાં આવ્યા હતા. આ તકે તમામ અગ્રણી, સંતો દ્વારા આ લડતમાં તમામ સાથ-સહકારની ખાતરી આપવામાં આવી હતી અને તેમના દ્વારા પણ આ બાબતને લઈને સત્તાવાળાઓ સમક્ષ રજૂઆત કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું. ત્યારબાદ ગિરનાર તળેટીમાં આવેલ રાજપૂત ભવન ખાતે જૂનાગઢના સર્વ સમાજના યુવાનો સાથે એક વિચારગોષ્ઠિનું આયોજન કરાયું હતું. જેમાં કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ જે.પી. જાડેજાએ ગિરનાર રોપ-વેના મુદ્દા બાબતે વિસ્તારથી તેમનો મત રજૂ કર્યો હતો અને જણાવ્યું હતું કે, ગિરનાર એ દેશના સમગ્ર હિન્દુ સમાજના આસ્થાનું પ્રતિક સમુ ધામ છે. સમગ્ર દેશમાંથી આ સ્થળ ઉપર યાત્રાળુઓ આવતા હોય છે, ત્યારે તેમની પાસેથી ટિકિટના આટલો ઉંચો દર વસુલવો એ કંપની દ્વારા ચલાવવામાં આવી રહેલી લૂંટ છે. આગામી સમયમાં દિવાળીના તહેવારો બાદ કંપનીની આ લૂંટથી લોકોને વાકેફ કરવામાં આવશે તથા જ્યાં સુધી ટિકિટનો દર ઘટાડવામાં નહી આવે ત્યાં સુધી લડત ચાલું રાખવામાં આવશે. ગિરનાર રોપ-વેના મામલે જૂનાગઢ શહેર તથા ગુજરાતભરની તમામ સંસ્થાઓને પણ આ લડત સાથે જોડવામાં આવશે. ભગતસિંહ ક્રાંતિ દળના રાષ્ટ્રીય અધ્યક્ષ જીગ્નેશ કાલાવડિયાએ જણાવ્યું હતું કે, આ ભારત દેશમાં મૂડીવાદી તાકતો હાવી થઈ રહી છે. જે સામાન્ય નાગરિકોનું આર્થિક શોષણ કરી રહી છે. આવી તાકતો સામે એક થવાનો સમય છે. ઉષા બ્રેકો કંપનીની ઉઘાડી લૂંટ કોઈપણ કાળે ચલાવી લેવામાં આવશે નહીં અને આગામી સમયમાં આ મામલે થનાર જન આંદોલનને ભગતસિંહ કાંતિ દળના યુવાનો દ્વારા ખૂલ્લું સમર્થન આપી ગામેગામ જઈને લોકોની સમક્ષ કંપનીના આ વલણનો પર્દાફાશ કરવામાં આવશે. કંપનીની તરફદારી કરી રહેલા તત્વોને ખૂલ્લી ચેતવણી આપી હતી કે લોકોની વેદનાની તરફેણમાં કામ કરવાની તેમણે આ તકે સલાહ આપી હતી. ભગતસિંહ ક્રાંતિ દળના પ્રદેશ અધ્યક્ષ આઝાદ જાદવ, કરણી સેનાના ઇતિરાજસિંહ જાડેજા, વિશાલ ડવેરા સહિત જૂનાગઢના રાજપૂત અને સર્વ સમાજના યુવાનો આ તકે મોટી સંખ્યામાં આ વિચારગોષ્ઠિમાં જોડાયા હતા. અંબા માતાજી અનેક જ્ઞાતિઓની કુળદેવી છે તેની આસ્થા પુરી કરનાર દરેક ભાવિકો રોપ-વેનાં મોટા ભાડાનાં દર ખર્ચી શકતા નથી તેનાં માટે આ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!