જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્માએ સૌરાષ્ટ્ર ભૂમિ કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લીધી

જૂનાગઢ શહેર ભાજપનાં નવનિયુકત પ્રમુખ અને બ્રહમસમાજનાં યુવા અગ્રણી શ્રી પુનીત શર્માએ ગઈકાલે સૌરાષ્ટ્ર-કચ્છ જૂનાગઢથી પ્રકાશિત થતાં સુપ્રસિધ્ધ અખબાર સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ તકે સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિકનાં તંત્રી કાર્તિકભાઈ ઉપાધ્યાય, સહતંત્રી અભિજીત ઉપાધ્યાય અને સૌરાષ્ટ્ર ભૂમિ પરિવાર દ્વારા તેઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ તકે સૌરાષ્ટ્ર ભૂમિના તંત્રી કાર્તિકભાઈ ઉપાધ્યાયે જૂનાગઢ શહેર અને જીલ્લાનાં મહત્વના પ્રશ્નો તેમજ પ્રજાના મહત્વના પ્રશ્નો અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી. સૌરાષ્ટ્ર ભૂમિની શુભેચ્છા મુલાકાતે આવેલા પુનિતભાઈ શર્માએ જણાવ્યું હતું કે, આવનારા દિવસોમાં જૂનાગઢ શહેરનાં સર્વાંગી વિકાસ, મહત્વના અણ ઉકેલ પ્રશ્નો, પ્રજાના પ્રશ્નો ઉકેલવા તેમજ જૂનાગઢ શહેર ભારતીય જનતા પાર્ટીનાં સંગઠન માળખાને વધારેમાં વધારે મજબુત બનાવવું તેમજ સૌને સાથે રાખી વિકાસની પ્રક્રિયા અને સંગઠનની પાંખોને મજબુત બનાવવાનો નિર્ધાર વ્યકત કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ તરીકે તાજધારણ કરનારા શ્રી પુનિત શર્મા ભારતીય જનતા પાર્ટીમાં ત્રણ – ત્રણ ટર્મ સુધી જૂનાગઢ શહેર ભાજપમાં મહામંત્રી તેમજ એક ટર્મ સુધી ઉપાધ્યક્ષ પદે રહી ચુકયા છે તેમજ જૂનાગઢ મહાનગરપાલિકામાં બે ટર્મથી કોર્પોરેટર તરીકે અને એક ટર્મ દંડક તરીકે પણ ફરજ બજાવી છે. કોર્પોરેશન ક્ષેત્રનો અનુભવ તેમજ સૌ સાથે મળીને રહેવું તેવા મિલનસાર સ્વભાવ અને સૌનો સહકાર સાથે વિકાસની પ્રક્રિયા, સંગઠનની પ્રક્રિયાને વધુ મજબુત બનાવવાની કામગીરીને સૌનો સાથ અને સહકાર મળશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!