કેશોદ તાલુકાનાં અજાબ ગામે વાહન હટાવવા બાબતે હુમલો : પોલીસ ફરિયાદ

કેશોદ તાલુકાનાં અજાબ ગામના યોગેશકુમાર અમૃતલાલ રતનપરાએ હરેશભાઈ દરબાર, સમજુભાઈ દરબાર અને અજાણ્યા શખ્સો વિરૂધ્ધ પોલીસમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામના ફરીયાદી તથા સાહેદ નયનભાઈ વડારીયા, ફરીયાદીની માલિકીની કાર રજી.નં.જીજે-૧૮-બીએલ- ૪ર૬ર વાળી લઈ નિકળેલ હોય દરમ્યાન આ કામનો અજાણ્યો આરોપી પોતાની મો.સા. રસ્તામાં લઈ ઉભેલ હોય જેથી ફરીયાદીએ પોતાની ફોરવ્હીલને આ મોટર સાયકલ નડતી હોય જેથી હોર્ન વગાડી આરોપીની મોટર સાયકલ હટાવી લેવા વિનંતી કરતા આ કામનો આરોપી એકદમ ઉશ્કેરાય જઈ ફરીયાદી તથા સાહેદોને ગાળો આપી આ કામના બે અજાણ્યા આરોપીઓએ ફરીયાદીને ઢીકાપાટુનો માર મારી સાહેદ અમીતભાઈની દુકાનમાંથી દાતરડા લઈ આવી એક અજાણ્યો આરોપીએ ફરીયાદી ઉપર હુમલો કરી એક અજાણ્યા આરોપીએ ફરીયાદીને પોતાની કાર લઈ જતા અટકાવી ફરીયાદીની કારમાં નુકશાન કરી દરમ્યાન આરોપી નં.૧ તથા ર મળી બીજા ૩ થી ૪ આરોપીઓ લાકડી તથા લોખંડના પાઈપ વડે ગેરકાયદેસર મંડળી રચી હુલ્લડ કરી ફરીયાદી પાસે રહેલ રૂપિયા બળજબરીથી કઢાવી લેવા હુમલો કર્યાની પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!