વેરાવળમાંથી દેશી પિસ્તોલ-કાર્ટીસ સાથે યુવકને ઝડપી લેવાયો

વેરાવળમાં તાલાલા ચોકડી પાસેથી એસઓજીએ બાતમીના આધારે એક શખ્સને ઝડપી લઇ તેની પાસેથી દેશી બનાવટની એક પિસ્તોલ અને એક જીવતો કાર્ટીસ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતોનુસાર વેરાવળ-સોમનાથ શહેરમાં પેટ્રોલીંગ કરી રહેલ એસ.ઓ.જી.બ્રાંચના ગોવિંદ વંશ અને નરવણસિંહ ગોહિલને મળેલ બાતમીના આધારે શહેરમાં તાલાલા ચોકડી પાસે સીટી બસ સ્ટેન્ડના પાટીયા પાસે ઉભેલ મોઇન સતાર સમજુ પટણીની અટક કરી તલાસી લેતા તેના કબ્જામાંથી દેશી બનાવટની એક પિસ્તોેલ અને એક જીવતો કાર્ટીસ મળી આવેલ હતો. આ હથિયાર અંગે તેની પાસે કોઇ આધાર-પુરાવા ન હોવાનું જણાતા આગવી ઢબે પુછપરછ હાથ ધરી હતી. જેમાં મોઇનને પાંચેક વર્ષ પૂર્વે અત્રેની લકકી કોલોનીમાં રહેતા તાજુદીન અતીઉલ્લાહ ખાનએ પિસ્તોલ સાચવવા આપી હોવાનું જણાવેલ હતું. આ અંગે આર્મ્સ એકટ મુજબ ગુનો નોંધી તાજુદીન ખાનને પકડવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!