જામનગર કસ્ટમ કચેરીમાંથી રૂા. ૧ કરોડની કિંમતના સોનાની ચોરી થયાની ફરિયાદ નોધાવાઈ છે. જામનગર સીટી ‘બી’ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં રામસીંગ શીવકુમારસીંગ યાદવે ફરીયાદ નોંધાવી છે કે, સને ૧૯૮ર અને ૧૯૮૬માં કસ્ટમ ડીવીઝન ભુજ દ્વારા રેઈડ કરી કબ્જે કરવામાં આવેલ સોનાના સેમ્પલો કસ્ટમ ડીવીઝન ભુજ ખાતે રખાયા હતા તે સને ર૦૦૧ ધરતીકંપના કારણે કસ્ટમ ડીવીઝન જામનગર ખાતે લાવવામાં આવેલ અને તા.૧૮–૧૦–ર૦૧૬ ના રોજ કસ્ટમ ડીવીઝન ભુજને પરત સોંપતા સમયે આ સેમ્પલોની ચકાસણી કરતા તેમાંથી કુલ પાંચ સેમ્પલો માંથી ર૧પ૬,૭રર ગ્રામ સોનું જેની હાલની બજાર કિંમત રૂા.૧,૧૦,૦૦,૦૦૦ ઓછું નીકળતા આ સોનાની ચોરી અંગે શરૂ સેકશન રોડ, પોલીસ હેડ કવાર્ટર સામે, કસ્ટમ ડીવીઝન ઓફીસ, જામનગરમાં કોઈપણ સરકારી કર્મચારી સરકારી મીલ્કત હોવાનું જાણતા હોવા છતા કોઈપણ રીતે અંગત ફાયદા માટે મેળવી લઈ ગુન્હીત વિશ્વાસઘાત કરી ગુનો કરેલ હોવાની ફરિયાદ નોંધાવાઈ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews