વિરડી ગામ નજીક બાઈક સ્લીપ થતાં યુવાનનું મોત

કેશોદનાં પીપલીયાનગર માંગરોળ રોડ ઉપર રહેતા નરેન્દ્રભાઈ ભીખાભાઈ પીપલીયા (ઉ.વ.પ૮)એ પોલીસને જાણ કરી હતી. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર કિશન નરેન્દ્રભાઈ પીપલીયા (ઉ.વ.ર૭) પોતાના હવાલાની બજાજ પ્લેટીના કંપનીનું મોટર સાયકલ નં.જીજે-૧૧-બીએ-૩૭ર૪ને લઈને જઈ રહેલ તે દરમ્યાન માળિયાનાં વીરડી ગામ નજીક મોટર સાયકલ સ્લીપ થતાં તેને માથાનાં ભાગે ગંભીર ઈજા થતા તેનું મૃત્યુ થયું છે. આ બનાવ અંગે માળિયા પોલીસ સ્ટેશનના હે.કો. ડી.જે. સિસોદીયા વધુ તપાસ ચલાવી રહયાં છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!