સોમવારથી સાયન ઉત્તરાયણનો પ્રારંભ

0

હિન્દુ પંચાંગનો સંબંધ ડાયરેકટ આકાશ સાથે રહેલ છે. આકાશ મંડળમાં રહેલા ગ્રહો પ્રમાણે પંચાંગ બને છે. પંચાંગ સાયન અને નિશ્યન બંને પધ્ધતિ પ્રમાણે ચાલે છે તેમાં સાયન પધ્ધતિ મુજબ સોમવારે તા. ર૧-૧ર-ર૦ર૦ના દિવસથી ઉત્તરાયણની શરૂઆત થશે. પૃથ્વીની ધરી નમેલી હોવાથી સૌથી લાંબો દિવસ અનેલાંબી રાત્રી થાય છે તથા દરેક ઋતુનો અનુભવ થાય છે. વૈદિક પધ્ધતિ પ્રમાણે અક્ષાંશ, રેખાંશ પ્રમાણે દરેક ગામનો સૂર્યોદય અને સૂર્યાસ્ત જાણી શકાય છે.
તા. ર૧-૧ર-ર૦ર૦ના દિવસે રાજકોટનો સૂર્યોદય સવારે ૭.રર અને સૂર્ય અસ્ત ૬.૦૮ કલાકનો છે. આ પ્રમાણે દિવસ ૧૦.૪૪ કલાકનો છે અને રાત્રી ૧૩.૧૭ મિનીટની રહેશે. તા.ર૧-૧ર-ર૦ર૦ બાદ દિવસ લાંબો થતો જશે અને રાત્રી ટુંકી થતી જશે. આમ, ત્યારબાદ ર૦ર૧નાં વર્ષનો સૌથી લાંબો દિવસ તા. ર૧-૬-ર૦ર૧ના દિવસે છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!