રાજ્યની મહિલા લો ગ્રેજ્યુએટની એનરોલમેન્ટ અરજી બાર કાઉન્સિલ ઓફ ગુજરાત સમક્ષ ૧ વર્ષથી વધુ સમય સુધી પેન્ડિંગ રહેતા ગુજરાત હાઈકોર્ટમાં રિટ દાખલ કરવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટે આ મુદ્દે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત અને અન્ય પક્ષકારોને નોટિસ પાઠવીને ખુલાસો માંગ્યો છે. આ મામલે વધુ સુનાવણી ૨૧મી ડિસેમ્બરના રોજ ધરાય તેવી શકયતા છે. હાઈકોર્ટમાં શિવી અગ્રવાલ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં રજુઆત કરવામાં આવી છે કે તેની એનરોલમેન્ટ અરજી ૧ વર્ષથી વધુ સમય સુધી બાર કાઉન્સિલ ઓફ ગુજરાત સમક્ષ પેન્ડિંગ છે અને તેના લીધે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામીનેશનની પરીક્ષા પણ આપી શકી નથી. આ મામલે વધુ સુનાવણી ૨૧મી ડિસેમ્બરના રોજ હાથ ધરાય શકે છે. ગુજરાત હાઈકોર્ટમાં કરાયેલી અરજીમાં રજુઆત કરવામાં આવી છે કે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ૨૦૧૭ના ઠરાવ પ્રમાણે અરજીના ૨૦ દિવસ સુધીના સમયગાળામાં પ્રોવિઝનલ એનરોલમેન્ટ આપવા અંગે નિણર્ય લેવાનો હોય છે, જાેકે તેના કેસમાં ૧ વર્ષથી વધુ સમય વીતી ગયો છે. મહિલા અરજદારની અરજી બાર કાઉન્સિલ ઓફ ગુજરાત સમક્ષ ૨૯મી જૂન ૨૦૧૯થી પેન્ડિંગ છે. આટલા લાંબા સમય સુધી એનરોલમેન્ટ અરજી પેન્ડિંગ રહેવી ગેરકાયદેસર છે. ૩ ડિસેમ્બર ૨૦૨૦ના રોજ અરજદારને જણાવવા આવ્યું હતું કે, તેનો એનરોલમેન્ટ રદ કરવામાં આવ્યો છે અને તેને આપયેલો એનરોલમેન્ટ નંબર અર્જુન ભટ્ટી નામના વ્યક્તિનો છે. મ્ઝ્રય્ના આ લેટરને પણ રદ કરવાની કોર્ટમાં રજુઆત કરાઈ હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews