ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા સુરત શહેરની મુલાકાતે હતા, દરમ્યાન સુરત પોલીસ કમિશ્નર ઓફિસમાં રાજ્યના પોલીસ વડાની હાજરીમાં સુરત પોલીસની કામગીરીના વખાણ કરતી પુસ્તિકાનું તેમણે અનાવરણ કર્યું હતું પરંતુ તે સમયે સુરત પોલીસના એએસઆઈ એક સામાન્ય વ્યક્તિ પાસેથી ૪૦૦૦ રૂપિયાની લાંચ લેતા ઝડપાઈ ગયા હતા. કોરોનાની મહામારીના કારણે અનેક લોકોના ધંધા-રોજગાર બરબાદ થઈ ગયા છે ત્યારે પોતાના પરિવારનું પેટીયું રળવા માટે છૂટક વેંચાણ કરતા લોકો પાસેથી પોલીસ હપ્તો ઉઘરાવવાનું ચૂકતી નથી, આવું જ આ કિસ્સામાં બન્યું છે. સુરત શહેર પોલીસના બે પોલીસ મથકોનું ઉદ્ઘાટન અને લોકડાઉન દરમ્યાન સુરત શહેર પોલીસે કરેલી કામગીરીના પુસ્તકનું અનાવરણ કરવા માટે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા સુરતની મુલાકાતે હતા. ગુરૂવારે સાંજે તેઓ સુરત પોલીસ કમિશ્નર કચેરીમાં પોલીસની કામગીરીના વખાણ કરતી પુસ્તિકાનું અનાવરણ કરી રહ્યા હતા. સુરત પોલીસે લોકડાઉન અને અનલોક બંનેમાં જે કામગીરી કરી હતી તે અંગેની માહિતી આ પુસ્તિકામાં હતી. જાે કે, તે જ સમયે સુરત પોલીસના એક એએસઆઈ રૂા. ૪૦૦૦ની લાંચ લેતા ઝડપાયા હતાં. આ અંગે એસીબી સુરત પાસેથી મળતી માહિતી મુજબ આ કામના ફરીયાદી કરિયાણાનો છૂટક ધંધો કરતા હતાં. પોતાના વાહનમાં તેમનો કરીયાણાને લગતો સરસામાન ભરી સુરત ગ્રામ્ય વિસ્તારમા છૂટક દુકાનાવાળા સાથે વેપાર કરે છે. ગત તા ૧૪-૧૨-૨૦૨૦નાં રોજ વરીયાવ નહેર રેલ્વે ફાટકની બાજુમાં શેરડી ગામના જાહેર રોડ ઉપર વાહન ચેકિંગના બહાને એએસઆઈ જયેશભાઈ પરસોત્તમભાઈ પટેલ (જહાગીરપુરા પોલીસ સ્ટેશન) એ ફરિયાદીનું વાહન ઉભું રાખી ગાડી જમા નહિ કરવા બદલ રૂા.૧૨,૦૦૦ની માંગણી કરી હતી. તે દિવસે ફરિયાદી પાસેથી રૂા.૮,૦૦૦ લઇ બાકીના રૂા.૪,૦૦૦ બીજા દિવસે આપી જવા જણાવ્યું હતું જેથી ફરિયાદીએ સુરત ગ્રામ્ય એસીબીનો સપર્ક કરતા તેની ફરિયાદને આધારે લાંચના છટકાનું આયોજન કરાયું હતું જેમાં આરોપી એએસઆઈ જયેશભાઈ પરસોત્તમભાઈ પટેલ સાથે ઈકરામ ઇબ્રાહિમ પટેલ, ઈકબાલ મોહમદ પટેલ રૂા.૪,૦૦૦ની લાંચ લેતાં ઝડપાઇ ગયા હતાં. ત્રણેય આરોપીઓને એસીબીએ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews