ગીર સોમનાથ જીલ્લામાં મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ હેઠળ ૪૬૮૭૫ ફોર્મ રજુ થયા

0

ગીર-સોમનાથ જીલ્લામાં ચાલી રહેલ મતદારયાદી સુધારણાની ખાસ ઝુંબેશમાં નવા મતદાર નોંધણી, ફોર્મ નં-૬ નામ કમી કરવા, ફોર્મ નં-૭ સુધારા વધારા માટે ફોર્મ નં-૮ અન્વયેની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં કોઈ મતદારએ પોતાનું સરનામું, નામ સહિતની વિગતોના ફેરફાર કરાવવા હોય તો કરાવી શકે તેવી વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે. જેમાં જીલ્લાની ચારેય વિધાનસભા સીટ ઉપર કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં સોમનાથ વિધાનસભા મતવિસ્તારમાં ૧૧,૮૦૯ ફોર્મ, તાલાળા વિધાનસભા મતવિસ્તારમાં ૯,૯૬૨ ફોર્મ, કોડીનાર વિધાનસભા મતવિસ્તારમાં ૧૧,૬૭૩ ફોર્મ, ઉના વિધાનસભા મતવિસ્તારમાં ૧૩,૪૩૧ ફોર્મ રજુ થયા છે. આમ, જીલ્લામાં કુલ ૪૬,૮૭૫ ફોર્મ ભરાયેલ છે. ઉપરાંત જીલ્લામાંથી ૧૮ થી ૧૯ વર્ષના ૧૪૩૩૯ નવા યુવા મતદારોએ તેમનું નામ મતદાર યાદીમાં ઉમેરવા માટે ફોર્મ ભર્યું છે. ગીર-સોમનાથ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા તા.૧૫ જાન્યુઆરી સુધીમાં વાંધા દાવાનો નિકાલ કર્યા પછી નવી મતદારયાદી ચૂંટણીપંચની સુચના અને માર્ગદર્શન પ્રમાણે જાહેર કરશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!