ભાદર અને ઓઝત નદીમાં જેતપુરના ડાઈંગ ઉદ્યોગોનું કેમીકલયુકત પાણી ભળતાં પ્રદુષિત પાણીથી લોકોને બચાવવા અભિયાન શરૂ કરવામાં આવનાર છે. આ અંગે વંથલી પંથકના ધંધુસર ખાતે એક બેઠક યોજાઈ હતી. જેતપુર ડાઈંગના કેમીકલયુકત પાણીને કારણે નદીઓના પાણી પ્રદુષિત થઈ ગયા છે. ર૦૦૧ની વસ્તી ગણતરીના આંકડા મુજબ ૪ર ગામના ૧,૧૧,૯૪૯ લોકો પ્રદુષિત પાણીથી મુશ્કેલી વેઠી રહ્યા છે. આ અંગે વારંવાર રજુઆત કરવા છતાં પણ ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કોઈ જ કાર્યવાહી હાથ ધરાઈ નથી ત્યારે ભાટ ગામથી માધવપુર ઘેડ સુધીના ગામડાની નદીને બચાવવા અભિયાન હાથ ધરવામાં આવશે. ખેડૂત હિત રક્ષક સમિતિના સંયોજક અતુલ શેખડાની આગેવાની હેઠળ જૂનાગઢ જિલ્લા કલેકટરને આ અંગે આવેદનપત્ર આપી નદીઓને પ્રદુષિત થતી અટકાવવા જરૂરી પગલાં લેવા માંગણી કરવામાં આવી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews