જૂનાગઢ મનપા કચેરીમાં પાર્ટિશન ચેમ્બર માટે રૂા. ૩ લાખ ખર્ચાયા હોવાનો કોંગ્રેસના મહિલા કોર્પોરેટરનો આક્ષેપ

0

કોરોના મહામારીને લઈ ગુજરાત સરકારના નાણાં વિભાગે કરકસર કરવા અંગે બહાર પાડેલા પરિપત્રનો જૂનાગઢ મહાનગરપાલિકા તંત્રએ ચાલુ નાણાંકીય વર્ષમાં મહાનગરપાલિકા કચેરીમાં રૂમ નં. ૧૧૪માં પાર્ટિશન કરવા માટે રૂા. ૩ લાખ ખર્ચ કરી સરકારના ઠરાવનો ઉલાળીયો કર્યો છે. રાજય સરકારે બહાર પાડેલા ઠરાવ અનુસાર ૩૧ માર્ચ, ર૦ર૦ સુધી કરકસર કરવા કોઈપણ જાતની નવી ખરીદી નહીં કરવા જણાવાયું છે જેમાં નવા વાહનો, ભાડેથી રાખવાના વાહનો, નવી મશીનરી ખરીદી તેમજ કાર્યાલય સુવિધા ઉભી કરવા ઉપર પ્રતિબંધ મુકાયો છે. તેમ છતાં જાે કોઈ છુટછાટ મેળવવાની થાય તો જે તે વિભાગે નાણાં વિભાગ મારફત મુખ્યમંત્રીની મંજૂરી મેળવવાની હોય છે. જાે કે, જૂનાગઢ મહાનગરપાલિકા તંત્રએ રાજય સરકારે બહાર પાડેલી નાણાં વિભાગની કોવિડ ગાઈડલાઈનનો ઉલાળીયો કર્યો છે. આ અંગે વોર્ડ નં. ૪ ના મહિલા કોર્પોરેટર મંજુલાબેન પરસાણાએ જણાવ્યું હતું કે, જૂનાગઢ મનપામાં ઓફિસ હોવા છતાં નવી ઓફિસ બનાવવા તેમજ ઓફિસ ફર્નિચર માટે રૂા. ૩ લાખનો ખર્ચ કરાયો છે. માત્ર એક ટેબલની ખરીદી માટે રૂા.ર૮,પ૦૦નો ખર્ચ કરાયો છે. જૂનાગઢ મનપામાં મેયર ચેમ્બરની સામે આવેલ રૂમ નં. ૧૧૪ માં નવી બનાવેલી શાસક પક્ષની ઓફિસ માટે આ ખર્ચ કરાયો છે. સરકારે બહાર પાડેલી કોવિડ ગાઈડલાઈનનો ઠરાવ શું જૂનાગઢ મહાનગરપાલિકાને લાગુ નથી પડતો? એસ્ટીમેટ બનાવ્યા બાદ અધિકારીઓ દ્વારા આવી ખરીદી નહીં કરી હોવાનો બચાવ કરેલ છે. જાે નવી ખરીદી કરવાની જ નહોતી તો એસ્ટીમેટ બનાવ્યું જ શા માટે? નવી ખરીદી ન થઈ હોય તો ભવિષ્યમાં રૂા. ૩ લાખનું બિલ પણ ન મુકાવું જાેઈએ અને પાસ પણ ન થવું જાેઈએ. જનરલ બોર્ડમાં પ્રશ્ન ઉઠાવાશે તેમ જૂનાગઢ મનપા વોર્ડ નં.૪ ના મહિલા કોર્પોરેટર મંજુલાબેન પરસાણાએ જણાવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!