કેન્દ્ર સરકારે પોતાના માનીતા ઉદ્યોગપતિઓના લાભાર્થે કાયદો બનાવ્યા હોવાના આક્ષેપ સાથે કૃષિ બિલના વિરોધમાં દિલ્હી સિંધુ બોર્ડર ઉપર ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે. જેમાં દેશભરમાંથી ખેડૂતો જાેડાઈ રહ્યા છે, ત્યારે ગુજરાતમાંથી પણ ૧૦ હજાર જેટલા ખેડૂતોને લઈ જવાના ટાર્ગેટ સાથે અત્યાર સુધી ૫૦૦ જેટલા ખેડૂતો દિલ્હી પહોંચી ગયા છે. ખેડૂતો દિલ્હી ન પહોંચે તે માટે સરકાર દ્વારા તંત્રને એલર્ટ કરી દીધું છે. તેમ છતાં પણ ગુજરાતી ખેડૂતો વેશપલ્ટો કે છૂપી રીતે કોઈને કોઈ બહાના આપી દિલ્હી ખેડૂત આંદોલનમાં જાેડાઈ રહ્યા છે. ગઈકાલે ૨૦૦ જેટલા ખેડૂતો રાજસ્થાનથી દિલ્હી પહોંચ્યા હતા, ત્યારે આજે વધુ ૮૦થી વધુ ખેડૂતો ખેડૂત આંદોલનમાં પહોંચી ગયા છે. કડકડતી ઠંડીમાં ગુજરાતી ખેડૂતો ટેન્ટમાં બેસી ગુજરાતી ગીતો ગાઈ મનોરંજન મેળવી રહ્યા છે. તેમજ છાવણીમાં રાસ-ગરબે રમી રહ્યા છે. આ રીતે તેઓ ગુજરાતની સંસ્કૃતિને દિલ્હીમાં ઉજાગર કરી રહ્યા છે. ગુજરાતથી ૧૦ હજાર ખેડૂતોને દિલ્હી લાવવા માટે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા તખ્તો ઘડવામાં આવી રહ્યો છે. ગુજરાતથી મહિલાઓ પણ ખેડૂત આંદોલનમાં જાેડાઈ છે, સાથે સાથે માલધારી મહિલાઓ પણ જાેડાઈ છે. ખેડૂતો કડકડતી ઠંડી વચ્ચે ટેન્ટમાં ગુજરાતી ગીતો ગાઈ મનોરંજન માણી રહ્યા છે. ગુજરાત કિસાન કોંગ્રેસના અધ્યક્ષ પાલ આંબલિયા સહિત ગુજરાતથી ગયેલા ખેડૂતો ગરબે ઘૂમ્યા હતા. કૃષિ બિલ રદ્દ કરવાની માંગ સાથે ખેડૂતો દિલ્હીમાં સિંધુ બોર્ડર ઉપર આંદોલન કરી રહ્યા છે. ગુજરાતથી ખેડૂત આંદોલનમાં પહોંચેલા ખેડૂતોએ સરકાર વિરૂધ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રર્દશિત કર્યો હતો તેમજ હિન્દીમાં પણ ગીતો ગાઈ ખેડૂતોએ સરકારને ચેતી જવા જણાવ્યું હતું. ખેડૂત આંદોલનમાં પંજાબ અને હરિયાણાના ખેડૂતો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. ત્યારે ગુજરાતથી પણ ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews