જૂનાગઢ જીલ્લાનાં ભેંસાણમાંથી વધુ એક વ્યાજખોરની પોલીસે તાત્કાલીક ધરપકડ કરી

0

જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીન્દર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા તાજેતરમાં વ્યાજખોરો વિરૂધ્ધ પ્રજાની મદદ કરવાની અને તેઓને કોઈ વ્યાજખોરો તરફથી બળજબરી કરવામાં આવતી હોય અને નાણાં કઢાવવા માટે ધમકીઓ આપવામાં આવતી હોય કે ગેરકાયદેસર વ્યાજ વટાવનો ધંધો કરવામાં આવતો હોય, તેઓની માહિતી આપવા હેલ્પ લાઇન નંબર (પ્રદીપસિંહ જાડેજા, ડીવાયએસપી, જૂનાગઢ મોબાઈલ નંબર ૯૯૭૮૪ ૦૭૮૯૮ ઉપર તેમજ એચ.આઇ. ભાટી, પો.ઇન્સ., સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ મોબાઈલ નંબર ૯૭૨૭૭ ૨૨૪૮૮ ઉપર તથા અથવા પોલીસ કંટ્રોલ રૂમો આપી, મદદ માંગવા જાણ કરવામાં આવેલ છે. જે હેલ્પલાઇન નંબર આધારે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બે ગુન્હાઓ નોંધી ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ હતી.
આ ઉપરાંત જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ભેસાણ પોલીસ સ્ટેશનના પીએસઆઇ આર.એ.જાડેજા, હે.કો. બળવંતસિંહ પરમાર, રમેશભાઈ ગલ, પો.કો. સંજયભાઈ ગલ, કલ્પેશભાઈ સહિતની ટીમ દ્વારા સઘન કાર્યવાહી કરી, વધુ એક ફરિયાદ નોંધી, આરોપી અમિત લાલજીભાઈ જાેષી ઉર્ફે બાવલી (ઉ.વ. ૨૬ રહે. ભેંસાણ, જી. જૂનાગઢ) વિરૂદ્ધ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ગુન્હો નોંધવામાં આવેલ છે. જે ગુન્હાના ફરિયાદીએ આરોપી પાસેથી
રૂા. ૧૫,૦૦૦/- વ્યાજે લીધેલા અને દર મહિને રૂ. ૭૫૦/- લેખે કુલ રૂ. ૧૯૦૦૦/- વ્યાજના આપેલ હોવા છતાં, હજુ વ્યાજ તથા આપેલ રૂપિયા માંગી રહ્યો હોઈ અને વ્યાજના આટલા બધા રૂપિયા આપેલ હોવા છતાં પોતાનું મોટર સાયકલ પણ લઈ લીધેલ અને બીજાને આપી દઈ, ધાક ધમકી આપી, ત્રાસ આપવાનું ચાલુ રાખવામાં આવેલ હોઇ, ફરિયાદીએ ફરિયાદ કરતા, ભેસાણ પોલીસ ટીમ દ્વારા આરોપી અમિત લાલજીભાઈ જાેષી ઉર્ફે બાવલી (ઉ.વ. ૨૬ રહે. ભેસાણ, જી.જૂનાગઢ)ની ધરપકડ કરવામાં આવેલ છે. તેમજ ફરિયાદીનું મોટર સાયકલ કબ્જે લેવામાં આવેલ છે. આરોપી દ્વારા ભૂતકાળમાં પણ વ્યાજે નાણાં આપેલ હોવાનું જણાય આવેલ છે. તેમજ પકડાયેલ આરોપી દ્વારા અન્ય કેટલા વ્યક્તિઓને વ્યાજે રૂપિયા આપેલા છે, પઠાણી ઉઘરાણી કરવા માટે કોને કોને ધાક ધમકી આપી છે ? વિગેરે મુદ્દાઓ ઉપર પૂછપરછ હાથ ધરવામાં આવેલ છે. ઉપરાંત પકડાયેલ આરોપીના ફોટોગ્રાફ તથા નામ જાહેર કરી, કોઈ વ્યક્તિઓને આ આરોપી દ્વારા વ્યાજે રૂપિયા આપેલ હોઈ અને ઉઘરાણી માટે ધાક ધમકી આપવામાં આવતી હોય તો, ઉપરોક્ત હેલ્પ લાઇન નંબર અથવા પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા જૂનાગઢ પોલીસની એક યાદીમાં જણાવાયું
છે.
તાજેતરમાં જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીની સૂચના આધારે ભેસાણ પોલીસ સ્ટેશન ખાતે વ્યાજખોર વિરૂધ્ધ ગુન્હો નોંધી, ધરપકડ કરી, જિલ્લામાં વ્યાજખોરો સામે ખાસ ઝુંબેશ હાથ ધરી, લોકોને વ્યાજખોરોની ચુંગાલમાંથી છોડાવવા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!